પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#Week6
આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો.

પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)

#GA4
#Week6
આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
5 સર્વિંગ
  1. ફુદીના-કોથમીર ફ્લેવર નું પાણી બનાવવા
  2. 1 કપફૂદીનાના પાન
  3. 1 કપકોથમીર
  4. 2લીલા મરચાં
  5. 1.5લીંબુ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1.5-2 ટી.સ્પૂનસંચળ પાઉડર
  8. 1.5 ટી.સ્પૂનપાણીપુરી મસાલો
  9. 1 લિટરપાણી
  10. મીઠું પાણી બનાવવા
  11. 1/2 કપગોળ
  12. 1 ટે.ચમચીઆંબલી
  13. 500 મિલીપાણી
  14. જીરા ફ્લેવર નું પાણી બનાવવા
  15. 2 ટી.સ્પૂનશેકેલું જીરું પાઉડર
  16. 1/2 લીંબુલીંબુનો રસ
  17. સ્વાદ અનુસારમીઠું
  18. 1/2 ટી.સ્પૂનસંચળ પાઉડર
  19. 1/2 ટી.સ્પૂનપાણીપુરી મસાલો
  20. 250 મિલીપાણી
  21. જિંજર-ગાર્લિક ફ્લેવર નું પાણી બનાવવા
  22. 1/2 ટી.સ્પૂનઆદુની પેસ્ટ
  23. 1/2 ટી.સ્પૂનલસણની પેસ્ટ
  24. 1/2લીંબુનો રસ
  25. સ્વાદ અનુસારમીઠું
  26. 1/2 ટી.સ્પૂનપાણીપુરી મસાલો
  27. 250 મિલીપાણી
  28. સ્ટફીંગ બનાવવા માટે
  29. 5 નંગબાફેલા બટેટા
  30. 1.5 કપબાફેલા ચણા
  31. 1 ટે.ચમચીલાલ મરચાં ની પેસ્ટ
  32. સ્વાદ અનુસારમીઠું
  33. જરૂર મુજબકોથમીર
  34. એસેમ્બલ કરવા માટે
  35. જરૂર મુજબપૂરી
  36. જરૂર મુજબતૈયાર કરેલ સ્ટફીંગ
  37. જરૂર મુજબડ્રાય મસાલો
  38. જરૂર મુજબપાણીપુરી ના પાણી

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    ફૂદીનાનું પાણી બનાવવા માટે મિકસચર જારમાં ફુદીનાના પાન, કોથમીર, લીલા મરચાં, લીંબુ એડ કરી પેસ્ટ બનાવવી.

  2. 2

    આ પેસ્ટ ને એક મોટા બાઉલમાં લઇ તેમાં મીઠું, સંચળ પાઉડર, પાણી એડ કરી મિક્સ કરવું. ઠંડુ થવા મુકવું.

  3. 3

    મીઠું પાણી બનાવવા માટે એક વાસણમાં થોડું પાણી લઈ ગોળ અને આંબલી એડ કરી 2-3 કલાક પલાળી રાખવા. હવે હાથેથી મસળીને આંબલી ને સ્મેશ કરી લેવી. જરૂર મુજબ પાણી એડ કરી મિક્સ કરી ને ગાળી લેવું.

  4. 4

    જીરા ફ્લેવર નું પાણી બનાવવા માટે એક બાઉલમાં પાણી, શેકેલું જીરું પાઉડર, લીંબુનો રસ, મીઠું,સંચળ પાઉડર, પાણીપુરી નો મસાલો એડ કરી મિકસ કરી લેવું, ગાળી લેવું.

  5. 5

    જિંજર ગાર્લિક ફ્લેવરનુ પાણી બનાવવા માટે એક બાઉલમાં પાણી, આદુ- લસણની પેસટ, મીઠું, લીંબુનો રસ, પાણીપુરી મસાલો એડ કરી મિક્સ કરવું. ગાળી લેવું.

  6. 6

    બધા ફ્લેવર ના પાણી તૈયાર છે સર્વ કરવા માટે.

  7. 7

    સ્ટફીંગ બનાવવા માટે બાફેલાં બટાકા ને સ્મેશ કરી બાફેલાં ચણા, મીઠું લાલ મરચાં ની પેસ્ટ, કોથમીર એડ કરી મિક્સ કરવું.

  8. 8

    એસેમ્બલ કરવા માટે પુરીમાં તૈયાર કરેલ સ્ટફીંગ ભરી ડ્રાય મસાલો સ્પ્રિંકલ કરી 4 ફ્લેવર ના પાણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes