મઠરી (Mathri Recipe inGujarati)

#કુકબુક
#પોસ્ટ1
#દિવાળીસ્પેશિયલ
#નમકીનમઠરી
મઠરી (Mathri Recipe inGujarati)
#કુકબુક
#પોસ્ટ1
#દિવાળીસ્પેશિયલ
#નમકીનમઠરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં રવો અને ચણાનો લોટ નાંખવો.
- 2
પછી તેમાં અજમો, અધકચરા મરી,અને કસૂરી મેથી ને હાથેથી મસળીને નાખવી ૪ થી ૫ મોટી ચમચી ઘી મુઠ્ઠી પડતું નાંખવું ઘી નું મોણ નાખવાથી મઠરી એકદમ ક્રિસ્પી થશે.
- 3
પછી સ્વાદ અનુસાર મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી ને તેમાં હલકું ગરમ પાણી લઈ અને કણક બાંધો કણક વધારે પડતો કઠણ ન થાય તેનું ધ્યાન રાખવું અને ઢીલો પણ ન થવો જોઈએ
- 4
હવે બાંધેલા કણક ઉપર ફરતા તેલ લગાવી ને ૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 5
હવે કણકને ફરીથી મસળીને તેના નાના નાના લુઆ બનાવી લો અને હળવા હાથે ગોળી જેવું બનાવી ને અંગુઠા વડે દબાવી દો અને નાની પૂરી જેવો દેખાશે બધા જ લોટના કણક ની નાની નાની મઠરી બનાવી લેવી
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ને આકરું થવા દેવું નહીં એ વાત નું ધ્યાન રાખવું ધીમા તાપે તળવા ની છે જેથી મઠરી એકદમ ક્રિસ્પી બને અને અંદરથી પણ બરાબર પાકી જાય
- 7
એક પછી એક બધી સરસ રીતે તળી લેવી મઠરી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લેવી તો તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી મઠરી..........
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (6)