ચંદ્રકલા (chandrakala recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#કૂકબુક દિવાળી સ્પેશિયલ ખૂબ જ સરળ અને સુંદર આ રેસીપી છે જે બધા ને પસંદ આવે છે.

ચંદ્રકલા (chandrakala recipe in Gujarati)

#કૂકબુક દિવાળી સ્પેશિયલ ખૂબ જ સરળ અને સુંદર આ રેસીપી છે જે બધા ને પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
4 વ્યક્તિ
  1. ૨ કપમેંદો
  2. ૧/૨ કપઘી મોણ માટે
  3. જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  4. મસાલા માટે***
  5. 1/2 કપમાવો
  6. 1/2 કપ સોજી
  7. ૩ ચમચી ખાંડ નો ભૂકો
  8. 1/2 કપ ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ
  9. ૨ ચમચી ટોપરાનું ખમણ
  10. ૨ સ્પૂનતજ લવિંગ ઇલાયચી નો ભૂકો
  11. તળવા માટે ઘી
  12. ૧/૨ કપ કિશમિશ
  13. ચાસણી માટે****
  14. ૧ કપ ખાંડ
  15. ખાંડ ડૂબે તેટલું પાણી
  16. કેસર પસંદ મુજબ
  17. ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    પહેલા મેંદાનો લોટ લેવો પછી 1 કપ ઘી ગરમ કરો ને લોટ મા ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમરીને લોટ બધો ત્યાર બાદ લોટ ને ૨૦ મિનિટ માટે ઢાંકી ને રાખો.

  2. 2

    સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરવો તેમાં માવાને ઘી માં શેકવાનો પછી રવા ને પણ ઘી માં શેકી લેવો પછી તેમાં તજ લવિંગ એલચીનો ભૂકો ટોપરાનું ખમણ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો જરૂર પડે તો તેમાં મિલ્ક ઉમેરો.

  3. 3

    હવે લોટની નાની નાની પૂરી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકી એક ઉપર એક પૂરી રાખી અને પ્રેસ કરી દેવું કિનારી પર પાણી લગાવો પછી કાંગરી જેવી ડિઝાઇન બનાવવી કાંગરી કરવા માટે પહેલા પ્રેસ કરો અને fold કરવું તેવી રીતે કરતા જાઓ એટલે ડિઝાઇન તૈયાર થઈ જશે.

  4. 4

    તવામાં ઘી ગરમ કરવા મુકો ધીમી આંચ પર ચંદ્રકલા ને તળવાની અને ગોળ ગોળ ફેરવતા જવું બધીજ ચંદ્ર કલા ધીમા તાપે તળવી.

  5. 5

    1 કપ ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને દોઢ તારની ચાસણી તૈયાર કરો ચાસણીમાં ઇલાયચી અને કેસર પધરાવું ચાસણી ઠંડી પડે એટલે બધી જ ચંદ્ કલા ને તેમાં બોળી લેવી.

  6. 6

    તો રેડી છે આપણી ચંદ્રકલા જે દિવાળી માટે સ્પેશિયલ વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes