ભરથું (Bharthu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ ને લઈને સારી રીતે ધોઈને એકદમ કોરું કરી લેવું. ત્યારબાદ રીંગણ ઉપર થોડું તેલ લગાવીને તેને ગેસ પર શેકવા માટે મૂકી દેવું.
- 2
ત્યારબાદ હવે રીંગણ શેકાઈ જાય પછી રીંગણ ની છાલ ઉતારી લેવી. ત્યારબાદ એક કડાઈ માં તેલ નાખીને ગરમ થઈ જાય ત્યારબાદ એમાં ઝીરુ નાખીશું .
- 3
ત્યારબાદ હવે જીરું તતડી જાય પછી ઝીણી કાપેલી ડુંગળી નાખી દઈશું અને ત્રણ મિનિટ માટે સાંતળવું. હવે માં ઝીણા કાપેલા ટામેટા નાખી દો ત્યારબાદ તેને એમાં આદુ-લસણની પેસ્ટ નાખીને બરાબર હલાવી લઈશું.
- 4
ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર,હળદર,ધાણાજીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, સ્વાદ મુજબ મીઠું વધુ નાખીને બરાબર મિક્સ કરી લઈશું હવે અને ઢાંકીને 3 મિનિટ માટે થવા દઈશું.
- 5
હવે રીંગણને નાખી દઈશું અને મિક્સ કરી લઈશું તેમાં કોથમીર નાખીને બરાબર મિક્સ કરીને ઢાંકીને એકથી બે મિનિટ માટે થવા દઈશું.
- 6
હવે એક સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરી લેવું.તૈયાર છે ગરમા ગરમ રીંગણ નુ ભરતુ એને જુવાર ના રોટલા સાથે સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (4)