ફ્લાવર -બટાકાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)

Kamini Patel @cook_25035688
ફ્લાવર -બટાકાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ફ્લાવર ને ચપ્પા થી સમારી લો. એટલે કે શાક બનાવાય એ મુજબ કાપી લો.
- 2
તેને સહેજ નવસેકા ગરમ પાણીથી સારી રીતે ધોઈ લો. ને કાણાં વાળા વાસણમાં નિતારી લો ને કોરું કરી લો.
- 3
ત્યાર બાદ એક કડાઈ લો. તેમાં તેલ ઉમેરો ને તેલ ગરમ થાય એટલે જીરું નાખો. તેમાં ચપટી હિંગ, લીલું મરચું ઉમેરી લો ને વઘાર કરો.
- 4
તેમાં ફ્લાવર,બટાકા કાપેલા ઉમેરી લો.તેમાં લાલ મરચું પાઉડર,હળદર, મીઠું,ધાણાજીરું પાઉડર ઉમેરી લો.
- 5
ત્યાર બાદ શાક ને બરાબર મિક્સ કરીને હલાવી લો ને થોડી વાર ચડવા દો.
- 6
શાક થોડું રંધાય જાય એટલે તેમાં કાપેલું ટામેટું ઉમેરી લો ને મિક્સ કરી લો.
- 7
હવે થોડી વાર પછી શાક ચડી જાય એટલે ગેસ બંધ કરી લો.તો તૈયાર છે કોલિફ્લાવરનું શાક. તેને એક બાઉલમાં સર્વ કરો. તમે એ શાક ને રોટલી સાથે ખાઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14087421













ટિપ્પણીઓ