ચીઝ લોચો(Cheese locho Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ બંને અલગ અલગ ધોઈ ને પલાળવી ૨ કલાક માટે.અને પૌવા ને જયારે ક્રશ કરો તયારે પલાળી દેવા.
- 2
પછી પલળી જાય ત્યારબાદ ક્રશ કરી ૪ કલાક રહેવા દેવું. પછી પૌવા પણ ક્રશ કરી લેવા. સાથે જ ટુકડો આદુ મરચાં નાખી દેવા.પાણી થોડું નાખી ક્રશ કરવું. પછી છેલ્લે બેટર બહુ જાડું નહીં અને બહુ પતલુ નહીં એવું રાખવું.
- 3
પછી એક બાઉલમાં લઈ તેમાં મીઠું,હળદર નાખી મીક્ષ કરી લો.પછી ઢોકળીયામાં જેવી રીતે મુકીએ તેવી જ રીતે મુકી દેવું.
- 4
લોચાની ચટણી માટે જે બેટર છે તેને કાચું પાકું બાફવું. ઠંડું પડે એટલે મીક્ષર જારમાં મરચાં,મીઠું,ખાંડ, લીંબુ,લીલાઘાણા નાખી ક્રશ કરવું.
- 5
નાની ચમચી લાલ મરચું કાશ્મીરી, નાની ચમચી ચંચળ લઇ મીક્ષ કરી ઊપર છાંટવા નો મસાલો રેડી કરવો.
- 6
તો તૈયાર છે સુરતી ચીઝ લોચો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14087561



















ટિપ્પણીઓ (2)