ફણગાવેલા મગનો સલાડ(Sprouts Moong Salad Recipe in Gujarati)
Dimpal Patel @dimpalpatel_7988
ફણગાવેલા મગનો સલાડ(Sprouts Moong Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં 1 બાઉલ મગને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાં. અને 1 &1/2 ગ્લાસ પાણી ઉમેરીને ઢાકણ બંધ કરીને 4 થી 5 કલાક સુધી પલાળવા.
- 2
5 કલાક પછી વધારાનું પાણી નિતારી લઈને કાણાવાળી ચારણીમાં બધા જ મગ લઈ લો.
- 3
હવે એક જાડો રૂમાલ ભીનો કરીને મગ ઉપર ઢાંકી દેવો અને 10 થી 12 કલાક માટે ઢાંકી રાખવો. તો 12 કલાક પછી મગના ફણગાં ફુટી ગયા.
- 4
હવે એક મોટા બાઉલમાં ફણગાવેલા મગ લો. અને હુફાળુ ગરમ પાણી થી ધોઈ લો અને પાણી નિતારી લો. હવે બીજા બાઉલમાં ફણગાવેલા મગ લો.
એમા એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લો - 5
હવે એમાં ½ ચમચી મરચું, ½ ચમચી ધાણાજીરું, ½ ચમચી સંચર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને ½ લીબું નો રસ ઉમેરીને બધું જ બરાબર મિક્ષ કરી લો. તો હવે ફણગાવેલા મગનો સલાડ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091878

















ટિપ્પણીઓ