સીંગદાણા ની ચીકી (peanuts chikki recipe in gujarati)

Vk Tanna @vk_1710
સીંગદાણા ની ચીકી (peanuts chikki recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સિંગદાણાને શેકી તેમના ફોતરા કાઢી અને ફાડા કરવા.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ગોળ લઈ તેમાં ઘી એડ કરી અને તેની કડક પાઈ બનાવવી. ગોળનો કલર સહેજ લાલ થઈ જાય એટલે સમજવું કે પાઈ તૈયાર થઈ ગઈ છે.
- 3
પાઈ તૈયાર થઇ જાય એટલે તેમાં સિંગદાણા એડ કરી અને બરાબર મિક્સ કરવું.
- 4
પછી એક થાળીમાં પાછળના ભાગમાં ઘી લગાવી અને તેના પર ઢાળી દેવું. પછી વાટકી અથવા વેલ પર ઘી લગાવી તેનાથી વણી લેવું.
- 5
ઠરી જાય એટલે તેને થાળીમાંથી ઉખેડી લેવું તો તૈયાર છે સરસ મજાની ક્રંચી સીંગદાણાની ચીકી. હવે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14155770








ટિપ્પણીઓ (10)