સરસો નું સાગ સાથે મકાઈ ના રોટલા(Sarso nu sag and makai roti recipe in Gujarati)
સરસો નું સાગ સાથે મકાઈ ના રોટલા(Sarso nu sag and makai roti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલા બનાવવા માટે મકાઈ ના લોટ ને ગરમ પાણી માં નાખી તેને ચમચા કે વેલણ થી મિક્સ કરી દો....થોડું ઠંડું થયા પછી હાથ થી મસળી ને લોટ બાંધવો....કોર ના ફાટે એટલો જ પોચો કરવો..
- 2
એક મોટા વાસણ માં બધી ભાજી ડૂબે એટલું પાણી ઉકાળવું.... તેમા ૧/૨ ચમચી મીઠું અને ૧/૮ ચમચી બેકિંગ સોડા નાખી બધી ભાજી નાખી ૨ થી ૩ મિનિટ બાફવી...પછી બધી ભાજી એક ચારણી માં કાઢી ઠંડી થવા દેવી
- 3
ત્યાર બાદ ભાજી ને મિક્સર માં નાખી પેસ્ટ બનાવવી...
- 4
એક કડાઈ માં ૨ ચમચી દેસી ઘી ઉમેરી તેમાં હિંગ નાખી તેમાં ડુંગળી ને સાંતળી લો...૧ મિનિટ પછી તેમાં લસણ નાખી એને પણ ૧ મિનિટ સાંતળી લો...ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ નાખી ને બરાબર હલાવો...
- 5
બધું બરાબર ચડી જાય એટલે તેમાં હળદર ઉમેરી ભાજી ની પેસ્ટ નાખી દો...તેમાં ધાણા પાઉડર અને કિચન કિંગ મસાલો ઉમેરી હલાવો....તેને ધીમા તાપે હલાવતા રહો...જ્યાં સુધી તેમાંથી ઘી ના છૂટી જાય...લો તૈયાર છે શાક
- 6
તેને ગરમા ગરમ મકાઈ ના રોટલા,સફેદ માખણ,સમારેલી ડુંગળી,લીલા મરચા,અને પંજાબી અથાણાં સાથે ગરમ ગરમ પીરસવું...
Top Search in
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ