સમોસા(Samosa Recipe in Gujarati)

payal Prajapati patel @payal_homechef
સમોસા(Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લો અને તેમાં મીઠું સ્વાદાનુસાર અને અજમો અને તેલ ઉમેરી ને બરાબર કાઠો લોટ બાંધી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હિંગ ઉમેરી ને બાફેલા બટાકા ક્રશ કરીને ઉમેરો. અને બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેમાં બાફેલા વટાણા ઉમેરો અને બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં આમચૂર પાઉડર અને ખાંડ નાખી ને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે આ મિશ્રણને ઠંડું થવા દો.
- 5
હવે લોટ માંથી એક લુવો લઈ તેમાં થી એક રોટલી વણી લો અને તેને 1/2કટ કરી લો. તેને સમોસા નો આકાર આપી માવો ભરી લો.
- 6
તૈયાર કરેલા સમોસા ને ધીમાં તાપે તળી લો જેથી તે ક્રિસ્પી થાય.
- 7
ગરમા ગરમ સમોસા ચા, ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225280


















ટિપ્પણીઓ (4)