ઘુટ્ટો(Ghutto recipe in Gujarati)

Avani Parmar @cook_23168717
ઘુટ્ટો(Ghutto recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ ભાજી સરખી પાણી થી ધોઈ.પાલક,દુધી,ટામેટાં, વાલોર,કોબીજ,ગાજર,રીંગણ ને કટ કરી લો.આદું,લસણ, લીલા મરચાં ને વાટી લો.
- 2
હવે કુકર માં બધા શાક,આદું મરચા લસણ એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી તેની ધીમી આંચ ઉપર 5 સીટી વગાડી લો.
- 3
હવે શાક માં મીઠું એડ કરી બલેણ્ડર ની મદદ થી બલેણ્ડ કરી લો.
- 4
હવે એમાં જરૂર મુજબ પાણી એડ કરી ઉકાળી લો.(મેં અહિં 1 ગ્લાસ પાણી એડ કરેલું છે.)
- 5
હવે ઘુટ્ટો ઉકળી જાઇ એટલે રેડી છે.
- 6
તેને સર્વિંગ બોલ માં લઇ ઉપર લીલું લસણ એડ કરી ગરમ ગરમ રોટલા,દેશી માખણ,ગોળ,છાસ,કાંદા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14243849

















ટિપ્પણીઓ (37)