વેજ તવા પુલાવ (તાવડી માં) ( Veg Tava PulaoRecipe In Gujarati )

વેજ તવા પુલાવ (તાવડી માં) ( Veg Tava PulaoRecipe In Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
2 કપ ચોખા ને પાણીથી બરાબર ધોઈ બે કલાક માટે પલાળી રાખો હવે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી રાંધવા માટે ગેસ ઉપર slow flame પર સાતથી દસ મિનિટ મૂકી દો..અને ઓસાવી લો..... ૩ લીલા મરચા, એક આદુનો ટુકડો, 2 ટામેટું, 1/2 નાનું કેપ્સીકમ અને થોડી કોબી સમારી લો.... 1/4 ફણસી, અને 1/4 વટાણા બાફી લો
- 2
મીડિયમ ફ્લેમ પર્ તાવડી મૂકી તેમાં ૨ ચમચી બટર ઉમેરો ત્યારબાદ તેમાં લીલા મરચાં તથા આદુ ને ઉમેરી લો એ સતળાઇ જાય એટલે તેમાં કોબી અને કેપ્સીકમ ઉમેરો અને ચમચાની મદદથી હલાવતાં રહો
- 3
હવે તેમાં ટામેટાં ઉમેરો અને થોડીવાર માટે ચઢવા દો એ ચડી જાય એટલે તેમાં બાફેલી ફણસી અને વટાણા ઉમેરો અને સતત હલાવતા રહો
- 4
હવે તેમાં ૨ ચમચી પાવભાજી મસાલો 1/2ચમચી ગરમ મસાલો અને સ્વાદમુજબ મીઠુ ઉમેરી મેસર થી મેશ કરી લો... બરાબર મિક્સ થઈ ગયા પછી તેમાં થોડા થોડા ભાત ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાઓ... આ બધા ભાત ઉમેરીને બરાબર મિક્ષ કરી લો
- 5
કોથમરીથી ગાર્નીશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (16)