સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)

લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.
#CT
સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)
લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.
#CT
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચણા ની દાલ અને અડદ ની દાલ ને ૫ થી ૬ કલાક પલાળી રાખો. દાળ વાટવા પેહલા ૧૦ મિનિટ પહેલા પૌવા પલાળી લેવા. હવે દાલ અને પૌવા બે મિક્ષચર જાર માં લઇ એમાં દહીં નાખી ને પેસ્ટ બનાવી લો. ધ્યાન રાખવું કે ચણાની દાળ આખી ના રહે.
- 2
હવે એને એક બાઉલ માં કાઢી ૬ થી ૭ કલાક માટે આથો લાવવા મૂકી દો. સાંજે બનાવવાના હોવ તો સવારે આથો લાવવા મૂકવું. આથો આવી જાય એટલે એમાં હળદર મરચાંની પેસ્ટ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ઢોકળા ના કૂકર ની થાળી ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો. હવે ખીરું માં ઇનો નાખી બરાબર મિક્સ કરી લો. લોચા નું ખીરું ઢોકળા ના ખીરું કરતા થોડું પાતળું હોઈ છે.હવે થાળી મા પાતળું લેયર પાથરી ૧૫ મિનિટ માટે થવા દો.
- 4
ચટણી માટેની બધી સામગ્રી મિક્ષચર જાર માં લઇ ચટણી બનાવી લો. જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 5
લોચા ના મસાલા માટે બધું ભેગું કરી લોચા નો મસાલો તૈયાર કરી લો.
- 6
હવે લોચા ની થાળી થાય જાય એટલે એમાં ઉપર લોચા નો મસાલો અને કાચું સીંગતેલ નાખો
- 7
ચટણી,સેવ અને કાંદા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (11)