સીંગદાણાની ચીકી (Shing Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીંગદાણાની ચીકી બનાવવા માટે સિંગદાણાને શેકી લેવા.
- 2
ત્યારબાદ શીંગદાણા શેકાઈ જાય પછી શીંગદાણા ના છોટલા કાઢી લેવા.
- 3
ત્યારબાદ હવે સીંગદાણાને એક વાટકી થી થોડા મેસે કરી લેવા. ત્યાર બાદ એક કડાઈમાં ગોળ નાખીને ગોળ હલાવ્યા કરવો. ગોળનો બરાબર પાયો કરી લેવો.
- 4
ગોળનો પાયો બરાબર થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ચોખ્ખું ઘી નાખીને બરાબર હલાવી લેવું ત્યારબાદ હવે એમાં શેકેલા શીંગદાણા ની નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 5
હવે એક પ્લેટમાં થોડું તેલ લગાવીને સીંગદાણાના મિશ્રણને પાથરી લેવું અને તેના ગરમ-ગરમ માં જ પીસ કરી લેવા અને 1/2 કલાક બાદ તેને એક ડબ્બામાં ભરી લેવા તૈયાર છે સીંગદાણાની ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14405807











ટિપ્પણીઓ (4)