વેજ. ચીઝ ફ્રેંકી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Komal Khatwani @komal_1313
વેજ. ચીઝ ફ્રેંકી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ મિક્સ કરી મીઠું ઉમેરી લોટ બાંધી લો.15 મિનિટ લોટને રેસ્ટ આપ્યાં બાદ કાચી પાકી પાતળી રોટલી વણી ને શેકી લો.બધી રોટલી બન્યા બાદ ઢાંકી ને સાઈડ પર મુકી દો.
- 2
હવે બાફેલા બટાકા ને મેશ કરી ટિક્કી બનાવવાની બધી સામગ્રી ઉમેરો.મિક્સ કરી લાંબી ટિક્કી બનાવી લો.બીજી અન્ય સામગ્રી તૈયાર કરી લો.
- 3
હવે રોટલીને તવી પર ગરમ કરો અને ટિક્કી ને શેલો ફ્રાય કરી લો.રોટલી તવી થી નીચે ઉતારી ½ ચમચી સેઝવાંન સોસ અને 1 ચમચી મેયોનીઝ મિક્સ કરી લગાવી દો.ઉપર ટિક્કી મુકો.
- 4
તેની ઉપર ડુંગળી અને કોબીજ મુકો. વિનેગરમાં આથેલા મરચાં સ્પ્રેડ કરો.ઉપર ચાટ મસાલો અને ફ્રેંકી મસાલો ભભરાવો.
- 5
ઉપર ચીઝ છીણી કોથમીર છાંટી બંને હાથથી રોટલીનો રોલ વાળી સર્વ કરો.
- 6
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ,ચટપટી વેજ. ચીઝ ફ્રેંકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14407285




















ટિપ્પણીઓ (29)