ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)

#KS
#cookpadindia
#cookpadgujarati
શિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
હવે બદામ, કાજુ, પીસ્તા ને કાપી લો. પછી એક પેન માં ૫ મિનિટ માટે રોસ્ટ કરી લેવા.
- 3
ડેસિકેટેડ કોકોનટ ને અલગ થી ૧ મિનિટ માટે શેકી લેવુ. અને પ્લેટ માં કાઢી લેવુ.
- 4
હવે એજ પેન માં ઘી મૂકી તેમાં સમારેલો ગોળ ઉમેરી ધીમા તાપે ગરમ કરો. ધીરે ધીરે ગોળ ઓગળવા લાગશે.
- 5
ગોળ નો પાયો તૈયાર કરવો જેમાં એક બોલ માં પાણી લઈ તેમાં ગોળ નું ટીપુ પાડી દાંત થી ચેક કરવું જો ક્રિસ્પી લાગે તો પાયો તૈયાર થયો કેહવાય. હવે તેમાં બેકિંગ સોડા, બધાં ડ્રાય ફ્રૂટ અને રોઝ પેટલસ નાંખી હલાવવું. ઈલાયચી પાઉડર નાખી હલાવો.
- 6
તૈયાર મિશ્રણ ને અગાઉ થી એલુમીનિયમ ફોઇલ મુકી તૈયાર કરેલ બોક્સ માં પાથરવું. પિત્ઝા કટર થી કાપા પાડી ચીકી તૈયાર થશે. જે ૫ મિનિટ પછી ક્રિસ્પી થશે જેને હવે સરળતા થી ટુકડા કરી શકો. તો તૈયાર છે ડ્રાય ફ્રૂટ ચીકી.
- 7
ઈચ્છા અનુસાર ગાર્નિશ કરીને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (32)