ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

Anjana Sheladiya @Anuskitchencronicals
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા મેંદો,મિલ્ક પાઉડર લઈ તેમાં ખાડો કરી બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો.
- 2
હવે તેમાં ખાંડ,મીઠું ઉમેરી ત્યાર બાદ 2 ચમચી દહીં ઉમેરો.હવે તેમાં ઇટાલિયન સિઝનીંગ ઉમેરો અને મિક્સ કરી લો.
- 3
હવે તેમાં તેલ,બટર અને થોડું થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો.
- 4
હવે લોટ પર તેલ લગાવી 20-25 મિનિટ ઢાંકી રેસ્ટ આપો.
- 5
હવે ત્યાર પચિ લોટ ને 10 મિનિટ માટે મસળી નરમ બનાવો.
- 6
હવે ગા બટર બનાવવા માટે એક બાઉલ માં બટર,ઇટાલિયન સીઝનિંગ,બારીક સમારેલું લસણ ઉમેરી મિકસ કરી લો.
- 7
હવે લોટ નો લુઓ કરી ગોળ વણી લો.ત્યાર બાદ તેમાં બનાવેલું બટર પાથરી તેના પર ચીઝ પાથરો.
- 8
ત્યાર બાદ કિનારી પર પાણી લગાવી ચોંટાડી દો.હવે તેના પર બટર લગાવી કટ મૂકી તેને એક ડિશ માં મૂકી કૂકર 20 -25 મિનિટ માટે બેક કરો.
- 9
હવે ચીઝી ગાર્લિક બ્રેડ સર્વ કરવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14518155






















ટિપ્પણીઓ (2)