ઢેકરાં (Dhekra recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#KS1
#cookpadgujarati
#cookpadindia
ઢેકરાં એ પરંપરાગત અને શિયાળુ વાનગી છે જે દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ જાતિ ની ખાસિયત એવા ઢેકરાં તાજા તુવેર ના દાણા અને વિવિધ લોટ ના ઉપયોગ થી બને છે જે સ્વાદ માં તીખા અને ગળ્યા લાગે છે અને ચા કોફી કે ચટણી સાથે સરસ લાગે છે.

ઢેકરાં (Dhekra recipe in Gujarati)

#KS1
#cookpadgujarati
#cookpadindia
ઢેકરાં એ પરંપરાગત અને શિયાળુ વાનગી છે જે દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ જાતિ ની ખાસિયત એવા ઢેકરાં તાજા તુવેર ના દાણા અને વિવિધ લોટ ના ઉપયોગ થી બને છે જે સ્વાદ માં તીખા અને ગળ્યા લાગે છે અને ચા કોફી કે ચટણી સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપતુવેર ના દાણા
  2. 1.5 કપપાણી
  3. 1ચમચો આદુ ની પેસ્ટ
  4. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  5. 2ચમચા ગોળ
  6. 1ચમચો તલ
  7. 1/4 ચમચીહળદર
  8. 1 કપચોખા નો લોટ
  9. 2ચમચા ઘઉં નો લોટ
  10. 2ચમચા જુવાર નો લોટ
  11. 1ચમચો ચણા નો લોટ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    તુવેર ના દાણા ને બાફી લો. પાણી ગરમ મૂકી તેમાં તલ, આદુ ની પેસ્ટ, મરચાં ની પેસ્ટ, હળદર અને ગોળ નાખો.

  2. 2

    પાણી ઉકળવા નું ચાલુ થાય એટલે તુવેર ના દાણા અને મીઠું નાખો અને ગોળ ઓગળે ત્યાં સુધી ઉકળવા દો.

  3. 3

    હવે આંચ ધીમી કરો અથવા બન્ધ કરો અને બધા લોટ ધીમે ધીમે નાખો અને વેલણ થી સરખું ભેળવી લો.

  4. 4

    સરખું ભળી જાય એટલે આંચ ચાલુ કરો અને ધીમી આંચ પર 3-5 મિનિટ અથવા એક સરસ લચકા જેવું થઈ જાય અને વાસણ ની કિનારી છોડવા લાગે ત્યાં સુધી પકાવો.

  5. 5

    પછી આંચ બંધ કરી, ઢાંકણ ઢાંકી 10-15 મિનિટ રહેવા દો. જેથી વરાળ માં થોડું વધારે સરસ ચડી જાય.

  6. 6

    15 મિનિટ પછી તેમાં 1 ચમચો તેલ નાખી સરસ મસળી લો.

  7. 7

    પછી તેમાં થી નાના નાના પેટીસ જેવા ઢેકરાં બનાવો.

  8. 8

    તેલ ગરમ મુકો, ગરમ થાય એટલે,મધ્યમ આંચ પર ઢેકરાં સોનેરી તળી લો.

  9. 9

    ગરમ અથવા ઠંડા,ચા કોફી કે ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (31)

Similar Recipes