મેગી ફ્યુઝન ટાર્ટ (Maggi Fusion Tart Recipe In Gujarati)

*મેરી મેગી સેવરી ચેલેન્જ* 🍝🌯🍜 ની કોન્ટેસ્ટ માટે હું મેગીનું એક અનોખું ફ્યુઝન રજુ કરું છું.....નામ છે મેગી ફ્યુઝન ટાર્ટ..... ટાર્ટ ના ફીલિંગ માટે મેગીનું એક અનોખું કોમ્બિનેશન ગ્રીન મેગી વિથ ચીઝ વાપરેલું છે..... મેગીનો yummy ટેસ્ટ આ ડીશને વધારે સ્વાદિષ્ટ બનાવે છે..... બાળકો અને મોટાઓ મેગીને વધારે સારી રીતે માણી શકે છે
મેગી ફ્યુઝન ટાર્ટ (Maggi Fusion Tart Recipe In Gujarati)
*મેરી મેગી સેવરી ચેલેન્જ* 🍝🌯🍜 ની કોન્ટેસ્ટ માટે હું મેગીનું એક અનોખું ફ્યુઝન રજુ કરું છું.....નામ છે મેગી ફ્યુઝન ટાર્ટ..... ટાર્ટ ના ફીલિંગ માટે મેગીનું એક અનોખું કોમ્બિનેશન ગ્રીન મેગી વિથ ચીઝ વાપરેલું છે..... મેગીનો yummy ટેસ્ટ આ ડીશને વધારે સ્વાદિષ્ટ બનાવે છે..... બાળકો અને મોટાઓ મેગીને વધારે સારી રીતે માણી શકે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાટકા મા મેંદો, મીઠું અને દળેલી ખાંડ લો. હવે એમાં ઠંડા બટર ના ચોસલા કરી ઉમેરો. ફક્ત આંગળીઓ થી મિક્સ કરતા જાઓ. બ્રેડ કરુમ્બ જેવું મિક્સર બનશે.
- 2
હવે આ મિશ્રણ મા 5 ચમચા ઠંડુ દુધ ઉમેરો. આંગળી વડે ભેગું કરી લોટ બાંધી લો. મસળવું નહિ. ખાલી ભેગું કરવું. લોટ એકદમ ક્રમ્બલી હોવો જોઈએ. મસળેલો નહિ. આવા લોટ ની પાઈ એકદમ ક્રિસ્પય બને છે. હવે આ લોટ ના બે ભાગ કરો. બંને ને ક્લિંગ ફિલ્મ મા લપેટી ફ્રીઝ મા ઓછા મા ઓછા એક કલાક માટે મુકો. તમે આ લોટ આગલે દિવસે પણ બનાવી ને મૂકી શકો છો ફ્રીઝ મા.
- 3
સ્ટફિંગ માટે એક કડાઈમાં પાણી લઈ પાણી ઉતરે ત્યાર બાદ તેમાં મેગી અને વટાણા નાખીને ચડવા દો - મેગીને ૭૦% જેટલી પકાવિશું.
- 4
હવે બીજી કડાઈમાં તેલ મૂકી તેલ થાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળીને સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ સાંતળો. હવે તેમાં બ્લાન્ચ કરેલી પાલકની પેસ્ટ નાખો. હવે આ મિશ્રણ ને ધીમા ગેસ પર હલાવો અને પેસ્ટ નું પાણી બળી જાય ત્યાં સુધી મિક્સ કરો. પેસ્ટ ડ્રાય થઇ જાય ત્યારે બાદ તેમાં અધકચરી પકાવેલ મેગી નાખી મિક્સ કરો.
- 5
હવે લીલી મેગીમાં બાફેલી મકાઈ અને મેગી મસાલો નાખી મિક્સ કરો. તૈયાર છે આપણી ગ્રીન મેગી..... હવે આપણે ટાર્ટ બનાવીશું
- 6
ફ્રીઝ માંથી લોટ નો મોટો ગોળો બહાર લ્યો. એમાં થી 3-4 mm ની જાડાઈ નો રોટલો વનો. આ રોટલા ને પાઈ ટ્રે મા પાથરો. ફોર્ક થી આખા રોટલા મા કાણા પાડી લો. હવે કિનારી પર કોઈક સાધન વડે ડિઝાઇન બનાવી લો. હવે આ પાઈ બેસ ને 10 મિનિટ ફ્રીઝ મા મૂકી દો. ત્યાં સુધી ઓવેન ને 180°c પર પ્રી હીટ કરી લો. હવે બેસ ને 180°c પર 25-30 મિનિટ બેક કરી લો.
- 7
બેસ ઠંડો થાય એટલે સરસ બટર લગાવી લો. ત્યારબાદ તેમાં બનાવેલી ગ્રીન મેગીને પાથરો. ત્યારબાદ તેમાં ખમણેલું ચીઝ ભભરાવો.ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી તૈયાર કરો. હવે રેડી કરેલી પાઈ ને ફરી થી પ્રિહીટેડ ઓવેન મા 180°c પર 10 મિનિટ માટે બેક કરી લો.
- 8
તૈયાર છે મેગી માંથી એક ખૂબ જ નવીન અને બધાને પસંદ આવે તેવી ગ્રીન મેગી ટાર્ટ....
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (33)