અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. રબડી માટે
  2. 1 લીટર દૂધ
  3. ૨૫૦ ગ્રામ ખાંડ
  4. ૧૫-૨૦ નંગ પીસ્તા ની કતરણ
  5. ૧૫-૨૦ નંગબદામની કતરણ
  6. ૭-૮ તાતણા કેસરના
  7. ૧ ચમચીઈલાયચી પાઉડર
  8. અંગુર માટે
  9. ૧૨૫ મિલી દૂધ
  10. ૧ કપખાંડ (ચાસણી માટે)
  11. ૩ કપપાણી (ચાસણી માટે)
  12. ૧ ચમચીવિનેગર અથવા લીંબુ
  13. ૧ ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ રબડી માટે દૂધ લઈ તેને ગરમ કરવા મૂકો ઉભરો આવે પછી ધીમા તાપે દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો અને સાથે કેસર પણ ઉમેરી દેવું.

  2. 2

    રબડી માટે નું દૂધ ઊકળે ત્યાં સુધીમાં આપણે બીજા પેનમાં અંગુર માટે નું દૂધ ફાળવવાનું છે.તેના માટે એક પેનમાં દૂધ લઈ તેને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી પછી એક વાટકીમાં બે ચમચી વિનેગર અને થોડુંક પાણી ઉમેરી ચમચીથી મિક્ષ કરી લેવું.

  3. 3

    પછી ધીરે ધીરે દૂધમાં વિનેગર વાળુ પાણી ઉમેરવું અને હલાવતા રહેવું એટલે પાણી ઉમેરતા જ દૂધ આ રીતે ફાટી જવા લાગશે અને પનીર જેવું થઈ જશે પછી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    હવે પનીરને આછા કપડાનો ટુકડો લઇ તેમાં ગાડી લઈશું એકદમ દબાવીને બધું પાણી કાઢી લેવાનું છે પછી પનીર ઉપર એક થી અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને પનીરને સારી રીતે ધોઈ લેવાનું છે જેથી વિનેગર નો સ્વાદ ન આવે. થોડી વાર સુધી એ કપડાં ટાઈટ બાંધીને લટકાવી દેવું એટલે તેમાંથી પાણી બધું નીકળી જાય.

  5. 5

    ત્યાં સુધીમાં હવે રબડી માટે નું દૂધ ઊકળી ગયું હશે હવે તેમાં ખાંડ ઉમેરી અને થોડીક વાર હલાવવું પછી તેમાં બદામ,પિસ્તા ની કતરણ ઉમેરવી અને ઇલાયચી પાઉડર ઉમેરવો. રબડી માટે નું દૂધ તૈયાર છે.

  6. 6

    હવે આ કપડાને ખોલી અને પનીર આવું થઈ જશે પછી તેને હાથ વડે એકદમ સરસ રીતે મસળવાનું છે છૂટું પનીર એકદમ લોટ બંધાઈ જાય એવું થઈ જાય ત્યાં સુધી મસળવાનું છે અને ચોટવું પણ ન જોઈએ પનીર.

  7. 7

    ત્યારબાદ આ રીતે નાના ગોળા વાળવા ના છે અને સાથે આપણે ચાસણી થવા ગેસ પર મૂકી દેશું.ચાસણી માટે એક પેનમાં ૧ કપ ખાંડ અને ત્રણ કપ પાણી મૂકી ચાસણી બનાવવાની છે.

  8. 8

    ચાસણી રેડી થઈ જાય એટલે ઉકળતા પાણીમાં બધા ગોળા ઉમેરી દેવા અને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકીને ઉકડવા દેવા.

  9. 9

    પછી ગેસ બંધ કરી દેવો ત્યારબાદ ગોળાની સાઈઝ આ રીતે થોડીક મોટી થઇ જાશે.

  10. 10

    થોડીવાર ઠંડુ થવા દેવું પછી આ ગોળાને ચાસણીમાંથી દબાવીને કાઢી લેવા અને આપણી રબડી માં ઉમેરી દેવા અને પછી તેને બે-ત્રણ કલાક સુધી ફ્રીઝમાં ઠંડી કરવા મૂકી દેવી. પછી ફ્રીઝમાંથી કાઢી અને પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરવું. તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ અંગુર રબડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ

Similar Recipes