માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. રબડી બનાવવા માટે:
  2. 1 કિલોદૂધ
  3. 700 ગ્રામખાંડ
  4. 100 ગ્રામમાવો
  5. 4-5કેસર નાં તાંતણા
  6. 1 વાટકીડ્રાય ફ્રુટ (કાજુ, બદામ, પીસ્તા)
  7. અંગુર બનાવવા માટે:
  8. 1 કિલોદૂધ
  9. 1 નંગલીંબુ નો રસ
  10. 1 વાટકીખાંડ
  11. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ, રબડી માટેના દૂધ ને, મોટા અને જાડા બાઉલમાં ધીમા ગેસ પર ઉકળવા મૂકો.

  2. 2

    હવે ત્યારબાદ અંગુર માટેના દૂધ ને એક તપેલીમાં હુંફાળું ગરમ કરો અને તેમાં લીંબુનો રસ ઉમેરી દો.

  3. 3

    હવે દૂધમાંથી પનીર છૂટું પડે એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી, એક મલમલ ના કપડામાં નિતારી અને તેને છૂટ પાણી વડે ધોઈ નાખો.

  4. 4

    પનીરને એક થાળી માં કાઢી અને હાથ વડે 5-10 મિનિટ મસળો.

  5. 5

    હવે આ સોફ્ટ પનીર માંથી નાના નાના બોલ્સ બનાવી લો.

  6. 6

    ત્યારબાદ, એક પેનમાં 1 વાટકી ખાંડ લઈ તેમાં 2 વાટકી પાણી ઉમેરી અને તેમાં અંગુર ઉમેરીને તેને 10-15 મિનિટ માટે ઉકાળો.

  7. 7

    15 મિનિટ બાદ ગેસ બંધ કરી ને અંગુર ને ઠંડા થવા દો.

  8. 8

    1 કલાક બાદ, રબડી માટેનું દૂધ ઉકળી જાય એટલે તેમાં માવો તેમજ ખાંડ ઉમેરી અને 10 મિનિટ માટે ફરી ઉકાળો.

  9. 9

    હવે આ ઘટ થઈ ગયેલી રબડી માં અંગુર ઉમેરી લો. 5 મિનિટ માટે ઉકાળી અને તેમાં કેસર તથા ડ્રાય ફ્રુટ ની કતરણ ઉમેરી દો.

  10. 10

    તો, તૈયાર છે બધા ને ખુબ જ ભાવતી માવા અંગુર રબડી! 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes