ક્રીમી વેજિટેબલ મેગી જાર (Creamy Vegetable Maggi jar Recipe in Gujarati)

મેગી ઈંન જાર એવું કોમ્બિનેશન છે કે જે મમ્મી અને બાળકો બંનેને પસંદ છે .....બાળકોને વધારે મા વધારે મેગી ખાવી છે .....મમ્મીને સાથે ગ્રીન વેજિટેબલ્સ પણ ખવડાવવા છે .....આ કોમ્બિનેશન મેગી વીથ ક્રીમી ગ્રીન વેજિટેબલ્સને જાર મા આકર્ષક રીતે રજૂ કરીને જાર તળિયા ઝાટક કરવા બાળકોને મજબૂર કરી દે છે થેંક્યુ મેગી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ અને બારીક સમારી લો મકાઈ ને બાફી લો અને બેબી કોને સ્ટીમ કરી લો. એક કડાઈમાં તેલ મૂકી બધા શાકભાજી માં મીઠું નાખી ક્રચી રહે તે રીતે પકાવી લો. છેલ્લે તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મરી પાઉડર નાખી મિક્સ કરો તો તૈયાર છે ક્રાંચી વેજીટેબલ
- 2
એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં મેંદો નાખી આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકોવાનો છે. હવે તેમાં દૂધ ઉમેરી તેને સતત હલાવવાનું છે. લોટ અને દૂધ બરાબર મિક્સ થઈ જાય ત્યાર બાદ તેમાં દૂધ નો પાઉડર, ફ્રેશ ક્રીમ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મરી પાઉડર, ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો અને મિક્સ કરો. હવે આ ક્રીમી સોસ માં સોતે કરેલા વેજીટેબલ્ નાખી મિક્સ કરો.... તો તૈયાર છે ક્રીમી વેજીટેબલ
- 3
એક કડાઈમાં પાણી ઉકાળવા મૂકી તેમાં મેગી નાખી મેગી ને ચડવા દો. હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મેગી મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરો મસાલા મેગી તૈયાર છે....
- 4
હવે એક કાચનો મગ લઈ તેમાં સૌથી પહેલા તૈયાર કરેલી ક્રીમી વેજીટેબલ તેના પર તૈયાર કરેલો મસાલા મેગી તેના પર ફરીથી ક્રીમી વેજીટેબલ અને ત્યારબાદ તેમાં મસાલા મેગી ઉમેરી જાર ભરી દો. છેલ્લે તેમાં ચીઝ નાખી ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી સર્વ કરો......
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (24)