પાલક લહસુણી (Palak Lahsuni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક સમારી ને પાણી થી બરાબર ધોઈ લેવી ત્યાર બાદ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે એમાં પાલક નાખવી પાલક ડૂબે એટલું પાણી રાખવું ને એમાં જ આખા લીલા મરચા નાખી ઉકાળવા દેવુ ૫ થી ૧૦ મિનિટ
- 2
પાલક ઉકળી જાય એટલે તેને નીચે ઉતારી ગરમ પાણી કાઢી પછી એમાં એકદમ ઠંડુ પાણી રેડવું ત્યાર બાદ મિક્સર માં વાટી લેવી
- 3
હવે એક કાંદો લઇ એને એકદમ બારીક સમારી લેવો તેમજ લસણ ને પણ એકદમ બારીક સમારી લેવા
- 4
ત્યાર બાદ એક કઢાઈ લઇ એમાં થોડું તેલ ને ઘી લેવું એ ગરમ થાય એટલે એમાં જીરું નાખી થવા દેવુ જીરું થોડું ગરમ થઇ એટલે એમાં લસણ નાખી સતાળવા દેવું લસણ સતાડાય જાય એટલે બારીક સમારેલા કાંદો નાખી ૫ મિનિટ સુધી થવા દેવું કાંદો ગુલાબી જેવો થઇ જાય એટલે એમાં ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું નાખી થોડું થવા દેવુ ત્યાર બાદ ગરમ મસાલો નાખી હલાવી.તેમાં પાલક ની પેસ્ટ નાખી બસ ૫ થી ૭ મિનિટ થવા દેવું... બસ પાલક લહસુની તૈયાર તમે ચાહો તો ફરીથી ઉપર ઘી લસણ નો વઘાર કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ