વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)

બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા, ફણસી, ગાજર, રેડ કેબેજ વરાળે બાફી લેવા. બટાકા પણ બાફી લેવા. બટાકા ઠંડા થાય ત્યાર બાદ જ ટીક્કી માટે પ્રોસેસ કરવી. બાફેલા બટાકા, વટાણા, ફણસી, ગાજર, રેડ કેબેજ નાખી બધું મેશ કરી લેવું. ત્યારબાદ તેમાં થોડું કોર્ન ફ્લોર નાખવું. હવે તેમાં મીઠું, મરી, આદું મરચા લસણ ની પેસ્ટ નાખી સહેજ ગરમ મસાલો નાખી દેવો. સરખું મિક્સ કરી ને ટીક્કી વાળી લેવી. નોન સ્ટીક પેન માં થોડું તેલ મૂકી બંને બાજુ થી ક્રિસ્પી શેકી લેવી.
- 2
બર્ગર બન ને વચ્ચે થી કાપી શેકી લેવું. હવે એક બન પર મેયોનિઝ અને બીજા પર મેક્સિકન સાલસા ચીઝ સોસ લગાવો. લેટસ મૂકી ટીક્કી મૂકવી.
- 3
હવે ડુંગળી ટામેટાં મૂકી ચીઝ સ્લાઈસ મૂકી બન નો 1/2 પાર્ટ મૂકી દેવું. તૈયાર છે બર્ગર.
- 4
ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (19)