બાજરા નો લસણિયો રોટલો

Neeta Parmar @cook_26323807
બાજરા નો લસણિયો રોટલો
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરાના લોટ ને ચાળી તેમાં બધો મસાલો ઉમેરો.
- 2
મસાલો મિક્સ કરી પાણી થી પેલા થોડો કડક લોટ બાંધો.પછી ખૂબ મસળી ને સેજ પાણી ઉમેરી રોટલા નો લોટ બાંધો.લોટ ના ૨ ભાગ કરો. ૨ રોટલા બનશે.
- 3
હાથે થી રોટલો ટીપી લો.પાટલા પર લોટ છાંટી રોટલા ને સરસ ગોળ ટીપી લો.
- 4
માટી ની તાવડી ને ફુલ આંચ પર ગરમ કરી પછી રોટલા ને સેકી લો.
- 5
એક બાજુ સેકાય એટલે ફેરવી ને બીજી બાજુ સેકી રોટલા ને ફુલાવી ને કડક થવા દો.
- 6
ઘી લગાડી સર્વ કરો. લીલાં લસણ ને કોથમીર થી રોટલો ખૂબ ટેસ્ટી લાગે છે.
- 7
મે સેવ ટામેટાં ના લસાનીયા શાક સાથે રોટલો સર્વ કર્યો છે.સાથે લીલી ડુંગળી સરસ લાગશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656707









ટિપ્પણીઓ