દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ બને દાળ ને અલગ અલગ ધોઈ ને ૫-૬ કલાક પલાળી રાખો
- 2
પછી તેને પાણી વગર જ અલગ અલગ મીક્સર જાર માં પિસી ને એક વાસણ માં બને દાળ ને ભેગી કરી લેવી
- 3
તેમાં મીઠું અને હિંગ અને મરચા ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો
- 4
હવે દહીં ને વલોણી વડે વાટી લો ને તેમાં ખાંડ ઉમેરો ચમચી વડે હલાવી મીક્સ કરી લો
- 5
એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો તેમાં મિડિયમ સાઈઝના વડા તળી લો
- 6
વડા તળાઈ એટલે તેને એક વાસણ માં પાણી ભરી ને તેમાં પલાળી દો ત્રણ-ચાર મિનિટ માટે પલળવા દો પછી તેને નિતારી લો
- 7
હવે તૈયાર વડા ને એક બાઉલમાં લઈ લો ને તેના પર દહીં રેડી તેના પર ગળી ચટણી,લીલી ચટણી,મીઠું,લાલ મરચું ડુંગળી,,શેકેલા જીરાનો પાઉડર છાંટી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689946


















ટિપ્પણીઓ (8)