રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં તેલ નું મોણ નાખી રોટલી નો લોટ બાંધો પછી તેના એક સરખા 2 લુવા કરો
- 2
પેલા એક નાની રોટલી કરો પછી તેના પર ઘી લગાવી મીઠું છાંટો પછી બીજી રોટલી વાનો
- 3
પેલી રોટલી પર બીજી રોટલી મૂકી હાથ વડે પ્રેસ કરી મોટી રોટલી વાનો હવે તેને લોઢી શેકવા માટે નાખો
- 4
એક સાઇડે સેકાય જાય એટલે બીજી સાઇડે ફેરવો આમ વારા ફરતી બન્ને સાઇડે સેકી રોટલી ને ડીશ માં કાઢો
- 5
હવે પડ છુટા પાડો અને બંને સાઇડે ઘી લગાવો તો ફ્રેન્ડ્સ તૈયાર છે પડ વાળી રોટલી માતાજી ના નિવેદ માં આ બનાવા માં આવે છે પ્રસાદ માટે બવ મસ્ત લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691946



















ટિપ્પણીઓ