બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લઈ એક લોયા માં તેલ ગરમ કરી જીરું ઉમેરીને હીંગ નાખી બટાકા નો માવો અને બાફેલા વટાણા ઉમેરી બધા મસાલા નાખી સરસ મિક્સ કરી 5મિનિટ ગેસ પર રહેવા દહીં ઠરવા દો
- 2
હવે બ્રેડ ને વચ્ચે થિ કટીંગ કરી તૈયાર કરેલ આ મિશ્રણ ને બ્રેડ ઉપર લગાવી. બધી બ્રેડ તૈયાર કરી લો
- 3
હવે એક કાંઠા વાળા લોયા માં ખીરુ બનાવવું તેમાં લોટ વાળા હાથ કોરા કરી શકાય તે માટે ખીરું તૈયાર કરવા માટે ચણા નો લોટ થોડો ઘઉં નો લોટ,મીઠું,હીંગ અને ચપટી હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરી સાવ પાતળું ખીરું તૈયાર કરી તૈયાર કરેલી મસાલા બ્રેડ ને તેમાં ડીપ કરી તળી લેવી
- 4
બધા પકોડા તળી લેવા પછી સહેજ ઠરે એટલે તેને કટીંગ કરી ઉપરથી લસણ ની ચટણી,લિલી કોથમીર મરચાં ની ચટણી અને સ્વાદ અનુસાર આંબલી ની ચટણી અને ઉપરથી સેવ નાખી પીરસો ખુબજ સરસ લાગે છે બજારમાં મળે છે તેવા પકોડા તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717296










ટિપ્પણીઓ (8)