સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા દાળ અને અડદ દાળ ને 6-7 કલાક પલાળી લેવી. પછી મિક્સર માં બન્ને વાટી લેવુ.
- 2
હવે તેમા મીઠું,આદુ -મરચાં પેસ્ટ,હિંગ, દહીં,હળદર ઉમેરી મિક્સ કરવું. પછી તેમાં ખાવાનો સોડા તથા પાણી ઉમેરી ખીરું પાતળું કરવું અને એક સાઇડે થોડું હલાવી ઢોકળીયા માં 15 મિનિટ સ્ટીમ માં મૂકી દેવું.
- 3
હવે te થાય ત્યાં સુધી ચટણી બનાવી લેવી તેના માટે 1 વાટકી કોથમીર, 1/2 વાટકી ફુદીના, મીઠું, 1 લીંબુ, 1/2 સ્પૂન વાટેલું જીરું, તથા 1 સ્પૂન ખાંડ મિક્સ કરી મિક્સર માં પેસ્ટ બનાવી લેવી.
- 4
હવે તેને ગરમ જ સર્વ કરવું. તેને સર્વિંગ પ્લેટ માં લઇ લોચો મૂકી તેના પર ઝીણી ડુંગળી, સેવ, લોચા નો મસાલો તથા ચટણી સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14801209














ટિપ્પણીઓ (2)