મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ની દાળ ને બરાબર ધોઈ અને બે કલાક પલાળી રાખવી.
- 2
કૂકરમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી લીમડાના પાન અને હિંગ નાખી દાળ ને વઘારવી. સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર, વાટેલા આદુ મરચાં, લસણ, ટમેટું ઉમેરવા.
- 3
જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર હલાવી લેવું. કૂકર બંધ કરી લેવું. બે સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવો. વધારે વખત રાખવું નહીં. નહીંતર દાળ ગલી જશે. આ દાળ માં આખો દાણો હોય તો જ સરસ લાગે છે. કૂકર ખોલી 1/2 લીંબુ નીચોવી લેવું. ઉપર કોથમીર છાંટી રોટલી, ભીંડા નુ શાક, ભાત, કેરી નુ અથાણુ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14812363











ટિપ્પણીઓ (3)