છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)

#AM1
એકદમ સહેલી, પચવા મા સરળ, કઢી જોડે તો એની મજા જ કંઈક ઓર... એવી આ છૂટી દાળ બનાવી છે. મૂળભૂત રીતે તો મગ ની ફોતરાં વાળી દાળ ને પલાળી, એના માથું બનાવતી હોય.. પણ આજ આપણે થોડી વધુ ઝડપ થી બને એ માટે પીળી મગ ની દાળ માંથી છૂટી દાળ બનાવશું. અને હા વધે તો તેનો ઉપયોગ કચોરી બનાવા માટે પણ થાય છે..👍😊ચાટ બનાવાનું મન થાય તો તેના પર ડુંગળી, ચાટ મસાલો, સેવ, ચટણી નાખી ને ક્યારેક નાસ્તા મા પણ બનાવી જોજો સખીઓ.. બઉ જ સરસ લાગશે.. એક પ્રોટીન થી રિચ નાસ્તો બની જશે.

રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને આપણે 1/2 કલાક ગરમ પાણી મા પ પલાળશું. પછી તેમાં બધા મસાલા રૂટિન ના ઉમેરશું. બીજી બાજુ એક કૂકર મા વગાર કરવા લાલ મરચું, રાઈ, હિંગ, લીમડા ના પાન, લાવીને, મરી બધું નાખી તાતડે એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતલશું
- 2
પાણી જેટલી દાળ લીધી હોય એટલું જ લેવું. બધું મિક્સ કરી કૂકર બઁધ કરી ડીમા તાપે માત્ર 2 સીટી થવા દેશું. ઠંડુ થયે તરત ખોલી થાળી મા છૂટી પડી દેવાની એટલે બધી દાળ સરસ છૂટી થઇ જશે. આ વાત ખાસ ધ્યાને રાખવી.પછી ઉપર થી ગરમ મસાલો લીંબુ અને ટામેટા નાખી બધું મિક્સ કરવું.તો બઉ જ ઝડપ થી બની જશે આપણી આ છૂટી દાળ.. જેને કઢી, રોટલી, ભાત, બધા જોડે પીરસજો.. મજા આવશે સૌને.. 🥰
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ