ગ્રેવી વાળી ફલાવર ની સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર ને ધોઈને સમારી લો. પછી લસણ ખાંડી લો.પછી તેલ ગરમ કરવા માટે મૂકો.
- 2
તેલ ગરમ થઈ જાય એટલે લસણ નાખીને કકડાવી લો. આપણે જે ખાંડેલુ છે એમાંથી બધું જ લસણ નથી ઉમેરવાનું. 1/2 લસણ નાખીને વઘાર કરવાના છે. લસણ બ્રાઉન કલરનું થઈ જાય પછી તેમાં ફ્લાવર ઉમેરી દો. ફ્લાવર ઉમેરીને તેની ઉપર હળદર ઉમેરી દો.
- 3
પછી તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બધું મિક્સ કરી લો. હવે આ સબ્જી ને ઘડીક તેલમાં ચડવા દો. તે ચડે ત્યાં સુધીમાં આપણે જે 1/2 લસણ રાખેલું હતું તેમાં લાલ મરચું પાઉડર ઉમેરીને ખાંડી લો.તો આપણે લસણની ચટણી તૈયાર છે.
- 4
હવે આ ચટણી જે સબ્જી ચડે છે તેમાં ઉમેરી દો.તેને 1 મિનિટ સુધી તેલમાં ચડવા દો. પછી તેમાં આપણે જે ખમણેલું ટમેટું હતું તે નાખી દો. પછી ધાણાજીરું પાઉડર ઉમેરી દો.બધું હલાવી ને મિક્સ કરી લો. તેમાં જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો.
- 5
હવે આ સબ્જી ને ઢાંકણ ઢાંકીને 10 મિનીટ સુધી ચઢવા દો. 10 મિનીટ પછી ગેસ બંધ કરીને ઢાંકણ ખોલો. ચેક કરી લો કે ફ્લાવર કાચો તો નથી ને ? જો સહેજ કાચો લાગે તો થોડું પાણી ઉમેરીને ફ્લાવર ચડવા દો. તો આપણી ગ્રેવી વાળી સબ્જી નીચે ફોટા માં બતાવ્યા પ્રમાણે જોવા મળશે. હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
- 6
હવે સર્વ કરેલા બાઉલ માં ઉપરથી લીલી કોથમીર ઉમેરીને ગાર્નિશિંગ કરો. અને તેની રોટલી કે પરાઠા સાથે મજા માંણો. આ ગ્રેવી વાળી ફ્લાવર ની સબ્જી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમારે હજુ વધારે ટેસ્ટફૂલ બનાવી હોય તો તમે મેગી મસાલો પણ ઉમેરી શકો છો. તેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ