દાળ (Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળને સારી રીતે ધોઈને સાફ કરી લેવી.
- 2
ત્યારબાદ કુકરમા દાળ લઈ લેવી અને હવે કુકરમાં એક ઝીણુ કાપેલું ટામેટું,મોળા મરચા, શીંગદાણા,હળદર સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખીને કુકર બંધ કરીને ચાર સીટી વાગ્યા સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ હવે કુકર ઠંડુ થઈ જાય પછી જોઈ લેવું દાળ બફાઇ ગઇ હશે પછી દાળને બરાબર વલોવી લેવી.
- 4
ત્યારબાદ હવે દાળ નો વઘાર કરવા માટે એક તપેલીમાં બે ચમચી જેટલું ઘી નાખો અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ,કઢી પત્તા, હિંગ નાખીશુ અને પછી એમાં દાળ નાખી દઇશુ.
- 5
હવે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખી શું અને એક ચમચી લીંબુનો રસ અને ઝીણી કાપેલી કોથમીર નાખીને બરાબર હલાવી લઈશું અને દાળ ઉકળે ત્યાં સુધી થવા દઈશું.
- 6
તૈયાર છે ગરમા ગરમ દાળ
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828925











ટિપ્પણીઓ (8)