ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)

બહાર કરતા હેલધી અને એકદમ લીલું ચટપટું તીખું અને ખાટું મીઠું પાણી સાથે મસાલા મગ અને સોફ્ટ બૂંદી. કોઈ દિવસ બહાર ની પાણી પૂરી ખાવાનું મન નહિ થાય.
ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
બહાર કરતા હેલધી અને એકદમ લીલું ચટપટું તીખું અને ખાટું મીઠું પાણી સાથે મસાલા મગ અને સોફ્ટ બૂંદી. કોઈ દિવસ બહાર ની પાણી પૂરી ખાવાનું મન નહિ થાય.
રાંધવાની સૂચનાઓ
- 1
તીખું પાણી બનાવવા:. ફુદીના,કોથમીર,આદુ,મરચા ને ધોઈ લો. ફૂદીનો,કોથમીર,આદુ મરચા,જીરું,મરી, લવિંગ સંચળ, મીઠું,લીંબુ અને થીડું પાણી,બધું મિકસર માં એડ કરી એકદમ બારીક પેસ્ટ બનાવી લો.
- 2
- 3
એક બોલ મા ૧½ લીટર પાણી લો તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરો,તેમાં પાણીપુરી નો મસાલો જીરું પાઉડર,હિંગ એડ કરો.હલાવી લો.તેમાં બૂંદી એડ કરી લો અને ફ્રિજર માં મૂકી દો. વપરત વખતે જરૂર લાગે તો ગાળી લેવું.તૈયાર છે ચાટ પટું તીખું એકદમ લીલું પાણી.
- 4
મીઠું પાણી:એક તપેલા માં ૧ લીટર પાણી લો.તેમાં કાજુર,આંબલી બી કાઢેલા,ગોળ,ધાણા,જીરું,હળદર,મરચું પાઉડર,મીઠું એડ કરી પહેલા ફાસ્ટ flem પર, ઉકળો આવે એટલે ફ્લેમ્ સ્લો કરી દેવી અને ૨૦ મિનિટ ઉકળવા દેવું.ઠંડું થઈ જાય એટલે તેને મિક્સર જાર માં બારીક પેસ્ટ કરી લેવી. ગાળી લેવી. જોઈએ તેટલી j ચટણીમાં પાણી એડ કરવું. તૈયાર છે ખાટું મીઠું ચટપટું પાણી.
- 5
મગ ને પલાળી ને છુટ્ટા રહે તેમ બૉઇલ કરવા.વધારે સોફ્ટ ન કરી લેવા.ઠંડા થાય એટલે તેમાં ચાટ મસાલો,લાલ મરચું,કોથમીર એડ કરી હલાવી લેવા.
- 6
બૂંદી ને તીખા પાણી માં પલાળી સોફ્ટ થઈ જાય એટલે નીચવી લેવી.
- 7
તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં સર્વ કરેલી બહાર થી પણ મસ્ત ચટપટી પાણી પૂરી.રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં સર્વ કરેલી
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (13)