લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી તુવેરના દાણા ફોલી લેવા આદુ-મરચા-લસણની પેસ્ટ કરવી ડુંગળી ટામેટાં અને લીલા લસણને બારીક સમારવુ
- 2
લીલી તુવેરના દાણાને પાણીથી ધોઈ કુકરમાં એક ગ્લાસ પાણી નાંખી બાફી લેવા
- 3
એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ થઈ જાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી ત્યાર પછી તેમાં લીલુ લસણ સાંતળવું પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી તેમાં મીઠું નાખી દેવું
- 4
ત્યાર પછી તેમાં હળદર નાખી અને ઝીણા સમારેલા ટામેટાં નાખવા બધુ બરાબર ચડવા દેવું
- 5
ડુંગળી અને ટામેટા બરાબર ચડી જાય પછી તેમાં બાફેલા તુવેરના દાણા નાખવા ધાણાજીરૂ લાલ મરચું નાંખવું બધું બરાબર મિક્સ કરો પાંચ મિનિટ ગેસ પર રાખવું જેથી બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય છેલ્લે તેમાં કોથમીર નાંખવી
- 6
તૈયાર છે ગરમા ગરમ લીલી તુવેર નુ શાક સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14897265












ટિપ્પણીઓ (13)