દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 સે 40 મિનિટ
3 લોગ
  1. કોફતા બનાવવા માટે :-
  2. 350 ગ્રામદૂધી
  3. 4 ચમચીબેસન
  4. 2 ચમચીપલાળેલી મગ ની દાળ
  5. 1/4 ટી સ્પૂનહિંગ
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1/2 ટી સ્પૂનલસણ આદુ ની પેસ્ટ
  8. 2લીલા મરચાં
  9. 2 ચમચીલીલાં ધાણા
  10. 1/2 ચમચીસોડા
  11. 1 ચમચીતેલ
  12. સેલો ફ્રાય કરવા માટે તેલ
  13. ગ્રેવી માટે:-
  14. 2 ચમચીઘી
  15. 1/2 ચમચીજીરૂ
  16. 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  17. 2 ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  18. 2કાંદા
  19. 1ટોમેટો
  20. 1 ચમચીધનીયા પાઉડર
  21. 1 ચમચીલાલ મરચું પાઉડર
  22. 1/2 ચમચીહળદર
  23. 1/2 ચમચીહિંગ
  24. 3 ચમચીદહીં
  25. મીઠું સ્વાદાનુસાર
  26. 1/2 ચમચીખાંડ
  27. ગાર્નિશ માટે લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

30 સે 40 મિનિટ
  1. 1

    સોથી પહેલા દૂધી ને છોલી તેને છીણી લો અને મીઠું નાખી 10 મિનિટ રેસ્ટ કરવા આપો 10 મિનિટ પછી દૂધી માંથી પાણી કાઢી લો.પછી તેમાં બેસન, લીલાં મરચાં, આદુ અને લસણ ની પેસ્ટ, પલાળેલી મગ ની દાળ,હિંગ,હળદર નાખી મિક્સ કરો હવે કટોરી માં સોડા લઈ તેમાં તેલ નાખી મિક્સ કરી કોફતા માં નાખી મિક્સ કરો.મે કોફતા ને પેટીસ જેવો આકાર આપ્યો છે તમને જે આકાર ગમે તે આકાર કોફતા ને આપો.

  2. 2

    કડાઈ માં તેલ નાખી તેલ ગરમ થાય પછી કોફતા ને બને સાઈડ ને સેલો ફ્રાય કરો લો.હવે આપણા કોફતા તૈયાર થઈ ગયા છે.

  3. 3

    સોથી પહેલા કાંદા ને લાંબા કટીંગ કરી લો.અને ટામેટા ને ભી સમારી. લો.ત્યાર પછી કડાઈ ગેસ પર મૂકી તેમાં તેલ નાખી જીરૂ,આદુ, મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતળો.હવે કાંદા ને નાખી સાતડો.

  4. 4

    હવે કાંદા ગોલ્ડન કલર થઈ જાય પછી તેમાં હળદર, ધનીયા પાઉડર નાખી મિક્સ કરો પછી તેમાં ટામેટા અને લાલ મરચુ પાઉડર નાખી મીક્સ કરો ટોમેટો ને સીઝવા દો.

  5. 5

    ટોમેટો સીજી જાય પછી દહીં માં લાલ મરચું પાઉડર, ધનીયા પાઉડર નાખી મિક્સ કરી ગ્રેવી માં નાખી મિક્સ કરી દો. જરૂર મુજબ પાણી નાખી ગ્રવી ઢાંકી ને 5 મિનિટ મૂકો.

  6. 6

    ગ્રેવી માંથી તેલ નીકળે એટલે તમારી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે.હવે ગ્રેવી માં કોફતા નાખી 2 થી 3 મિનિટ સીઝવા દો. તેલ નીકળે એટલે તમારી સબ્જી તૈયાર થઈ ગઈ છે. દૂધી ના કોફતા ને રાઈસ કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે.

  7. 7

    મે દૂધી ના કોફતા ને પરાઠા,પાપડ અને છાશ સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes