મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

મિત્રો આજે અગિયારસ છે એટલે મેં ફરાળી મોરીયા ની ખીચડી બનાવી છે તે પચવામાં ખુબ જ હલકી છે ને આ રેસિપી બનાવવામાં વધારે સમય લાગતો નથી
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
મિત્રો આજે અગિયારસ છે એટલે મેં ફરાળી મોરીયા ની ખીચડી બનાવી છે તે પચવામાં ખુબ જ હલકી છે ને આ રેસિપી બનાવવામાં વધારે સમય લાગતો નથી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરિયા ને પાણીથી ધોવો અને ગેસ ચાલુ કરી તેના પર ઉપર કુકર મૂકી કુકરમાં ઘી મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાંખવું જીરું તતડે એટલે શીંગદાણા ધીમા તાપે શેકવા દેવા ત્યારબાદ તલ અને દ્રાક્ષ નાંખવા અને એ શેકાય પછી તેમાં લાલ મરચું લીલા મરચા ની કતરણ અને છીની નેઆદુ નાખી જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરો જો મોરાયો જૂનો હોય તો વધારે પાણી જોઈએ અને પાણી ઉકળવા દો
- 2
પાણી ઊકળે એટલે તેમાં મોરિયો અને દહીં ખાંડ અને સિંધવ મીઠું નાખી હલાવવું
- 3
હવે કુકર બંધ કરી બે સીટી વગાડવી કુકર ઠંડુ પડે એટલે તેને ખોલી હલાવે બીજા બાઉલમાં કાઢી લેવો
- 4
હવે તૈયાર છે મોરૈયા ની ખીચડી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ