ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)

બને તેટલી આસાન રીતે અને ઝડપથી ટેસ્ટી,રીચ તેવી આ સબ્જી બની જાય છે. બટાકા અને વટાણાને ફક્ત 5 મિનિટ માં કુક કરી રેડી કરી, બેઝિક પંજાબી ગ્રેવી ફ્રાય કરી તેમાં ઉમેરો. અને સબ્જી તૈયાર થઇ જશે.
મને આ રીત એટલી ઇઝી અને ક્વીક લાગે છે કે જલ્દીથી કંઇક સારું અને ટેસ્ટી બનાવવું હોય તો આ સબ્જી સૌથી પહેલું ઓપ્શન હોય છે. અને હું આ રીતે મહિનામાં 2-3 વાર આ સબ્જી બનાવું પણ છું. આ રીતથી બટાકા અને વટાણા બહુ જ જલ્દીથી અને આસાનીથી કુક કરી રેડી થાય છે.
અહીં સાથે પ્લેટરમાં છે,
કાચી કેરી-ડુંગળીનું કચુંબર,
બુંદી રાઇતું,
લીલા મરચાં અને લીંબુનું હોમમેડ ખાટું-મીઠું અથાણું,
પાપડ અને
પરાઠા.

રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની છાલ નીકાળી મિડિયમ ચોરસ ટુકડા માં સમારી લેવા. બટાકા અને વટાણાને કુકરમાં 1/2 કપ જેટલું પાણી અને મીઠું નાખીને બાફવા. ફક્ત એક વ્હીસલ આવે એટલે ગેસ બંધ કરી લેવો. ગળી ના જાય તેનું પૂરું ધ્યાન રાખવું. ફક્ત 2-3 મિનિટમાં જ બટાકા-વટાણા સરખાં બફાઇ જશે. કુકર ખોલી થોડીવાર માટે બાફેલા શાકને ઠંડું થવા દેવું.
- 2
ડુંગળી અને ટામેટાં ને મોટા ચોરસ ટુકડા માં સમારી લેવું. ડુંગળી સાથે આદું અને લસણને સમારી ઉમેરવું. ટામેટાં સાથે લીલું મરચું સમારીને લેવું. મિક્સર જારમાં સૌથી પહેલા કાજુને પીસી લેવા. પછી તેમાં જ ડુંગળી,આદું,લસણ ઉમેરી પીસીને ફાઇન પેસ્ટ બનાવવી.
- 3
એ જ રીતે ટામેટાં અને લીલા મરચાં ને પીસીને પેસ્ટ બનાવી લેવી.
- 4
એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તજ,લવિંગ,તમાલપત્ર,ચક્રફૂલ,જીરુ નાખી બધું શેકાય એટલે ડુંગળી ની પેસ્ટ ઉમેરી સાંતળવી. તે સંતળાય એટલે ટામેટાં ની પેસ્ટ ઉમેરી સાંતળવી.
- 5
ટામેટાં બરાબર કુક થઇ જાય અને તેલ છૂટું પડે પછી મીઠું,લાલ મરચું,હળદર,ધાણાજીરુ નાખી મિક્સ કરી લેવું. થોડીવાર માટે ગ્રેવી કુક થવા દેવી. પછી ગરમ મસાલો, કસુરી મેથી અને મલાઇ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. પછી રેડી કરેલા બટાકા-વટાણા ઉમેરી થોડીકવાર માટે કુક થવા દેવું. શાકને પાણી સાથે જ ઉમેરી દેવા. થોડાક વટાણા-બટાકા ઉપરથી ગાર્નિશ કરવા અલગ કાઢી લેવા.
- 6
છેલ્લે સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લેવી. અને સ્વાદિષ્ટ તેવી ઇન્સ્ટન્ટ આલૂ મટર સબ્જી તૈયાર છે. બાઉલમાં કાઢી વટાણા અને ક્રિમ થી ગાર્નિશ કરવું અને પરાઠા,અથાણા,રાયતા,પાપડ,સલાડ સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (34)