ભરવા કેપ્સિકમ (Bharva Capsicum Recipe in Gujarati)

ભરવા સીમલા મીર્ચ/સ્ટફ્ડ કેપ્સિકમ/બેલ પેપર આ બધા એક જ વાનગી ના નામ છે. પંજાબી સ્ટાઇલ ભરવા સીમલા મીર્ચ જે મસાલા થી ભરપુર છે, તીખા બટાકા ના મસાલા અને સીમલા મરચા થી બને છે.
ભરવા કેપ્સિકમ (Bharva Capsicum Recipe in Gujarati)
ભરવા સીમલા મીર્ચ/સ્ટફ્ડ કેપ્સિકમ/બેલ પેપર આ બધા એક જ વાનગી ના નામ છે. પંજાબી સ્ટાઇલ ભરવા સીમલા મીર્ચ જે મસાલા થી ભરપુર છે, તીખા બટાકા ના મસાલા અને સીમલા મરચા થી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં, તેલ લઈ ધીમા તાપે રાખો. તેલ ગરમ થાય એટલે જીરું નાખો, જીરું સેજ તતડે એટલે ડુંગળી નાખી ને કલર બદલે ત્યાં સુધી સાંતળો.
- 2
ત્યાર બાદ સમારેલા મરચાં નાખી ૧ મિનિટ સાંતળો. લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર અને ધાણાજીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરો. મસાલા ચડે એટલે ક્રશ કરેલા બટાકા નાખી બરાબર મિક્સ કરો.
- 3
સ્વાદ અનુસાર મીઠું નાખી, આમચુર પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી ૨ મિનિટ સુધી ગેસ પર રાખો. ત્યાર બાદ ગેસ બંધ કરી સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો.
- 4
બીજો વગર કરવા માટે કડાઈ ધીમા તાપે રાખી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે સમારેલું લસણ નાખી સાંતળો, ત્યાર બાદ સમારેલા ટામેટાં નાખી ૨-૪ મિનિટ સુધી સાંતળો (ટામેટા બરાબર રંધાઈ જાય ત્યાર સુધી).
- 5
ત્યાર બાદ કસૂરી મેથી ને હાથ વડે ભુક્કો કરી નાખો, ૧ મિનિટ સાંતળવું. અગાઉ તૈયાર કરેલ મસાલા ને નાખી બરાબર મિક્સ કરો.
- 6
ત્યાર બાદ બાફેલા વટાણા ઉમેરી બરાબર મિક્સ કરો. (વટાણા ના નાખવા હોય તો ભી ચાલે, બીજો વગર ના કરવું હોય તો પેલા વઘાર માં જ બધું ઉમેરવુ). બીજો વઘાર કરવાથી લસણ અં, કસૂરી મેથી અને ટામેટા નો સ્વાદ જળવાઈ રહે છે. તૈયાર છે બટેટાં નું સ્ટસ્ફિંગ.
- 7
કેપ્સીકમ તૈયાર કરવા માટે, નાની સાઇઝ ના કેપ્સીકમ લો, તેને ઉપરથી સેજ કટ કરી અંદર થી બીજ કઢી સાફ કરી લો ચોખ્ખા બાની થી, ડ્રાય કરી લો. ત્યાર બાદ બહાર ની સિદે તેલ લગાવી લો, તૈયાર કરેલ મસાલો ભરી તેને તવા પર સેકો. ચીપિયા વડે ફેરવી ને બધી બધી બરાબર સેકી લેવું.
- 8
સરવિંગ પ્લેટમાં લઈ ચીઝ થી ગાર્નિશ કરી સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (3)