ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)

Sonal chauhan @cook_29752002
#MA મારા સાસુ ના હાથે બનાવેલ ગાંઠિયાનું શાક બધાને બહુ ભાવે છે
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#MA મારા સાસુ ના હાથે બનાવેલ ગાંઠિયાનું શાક બધાને બહુ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકી. તેમાં રાઈ જીરું તતડાઈ જાય પછી હિંગ નાખી. લસણ વાળી ચટણી નાખી. છાશ નો વઘાર કરવો. છાશ ઉકાળી એટલે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, મીઠું, નાખીને ઊકળવા દેવું.
- 2
હવે બીજા લોયામાં ચણાનો લોટ લઇ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, મીઠું, અજમો, નાખી બધું મિક્સ કરી પાણી નાખીને લોટ બાંધો
- 3
લોટ બંધાઈ ગયા પછી ઝારાની મદદથી ઉપરથી છાશમાં ગાંઠીયા પાડો.
- 4
ગાંઠીયા પડી જાય પછી તેને દસ મિનિટ ઊકળવા દેવું. પછી ઉપરથી કોથમીર નાખો. તૈયાર છે સાસુમાએ બનાવેલું ગાંઠિયાનું શાક. તેને ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981780










ટિપ્પણીઓ