તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#MA
#tavapulao
#પુલાવ
#pulav
#cookpadindia
#cookpadgujarati
#streetfood

તવા વેજ પુલાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપીમાં પાવભાજી મસાલામાં ભાતને રાંધીને બોમ્બે પાવભાજીનો સ્વાદ આપવામાં આવે છે. આ તવા પુલાવ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસિપી છે. હળવા ડિનર માટેનો એક સારો વિકલ્પ છે. મારા મમ્મીની આ મનપસંદ વાનગી છે.

તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

#MA
#tavapulao
#પુલાવ
#pulav
#cookpadindia
#cookpadgujarati
#streetfood

તવા વેજ પુલાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપીમાં પાવભાજી મસાલામાં ભાતને રાંધીને બોમ્બે પાવભાજીનો સ્વાદ આપવામાં આવે છે. આ તવા પુલાવ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસિપી છે. હળવા ડિનર માટેનો એક સારો વિકલ્પ છે. મારા મમ્મીની આ મનપસંદ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૪ કપપાણી
  3. ૧ ચમચીલીંબુનો રસ
  4. ૩ ચમચીતેલ
  5. સમારેલી ડુંગળી
  6. સમારેલી ટામેટાં
  7. સમારેલાં કેપ્સિકમ
  8. સમારેલા લીલા મરચા
  9. ૧ કપઅધકચરા બાફેલાં બટાકા
  10. ૧/૨ કપઅધકચરા બાફેલાં લીલા વટાણા
  11. ૧ ચમચીખમણેલું આદુ
  12. ૧ ચમચીલાલ મરચાં લસણની ચટણી
  13. ૧ ચમચીટોમેટો સોસ
  14. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૨ ચમચીપાવભાજી મસાલો
  16. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    બાસમતી ચોખાને પહેલા સારી રીતે ધોઈ ૨૦ મિનીટ સુધી પાણીમાં પલાળો. એક કડાઈમાં પાણી ઊકળવા મૂકો. પાણી ઊકળવા લાગે એટલે તેમાં લીબું નો રસ, મીઠું અને પલાળેલા ચોખા ઉમેરો.

  2. 2

    ચોખા સારી રીતે ચડાવો પણ એક એક દાણો અલગ રહેવો જોઈએ એ ધ્યાનમાં રાખો.

  3. 3

    એક કાણા વાળા વાસણમાં આ ભાત ને રાખી દો. ધ્યાનમાં રાખો કે ચોખાને પુલાવ માં ઉમેરતા પહેલા ચોખાને સંપૂર્ણપણે ઠંડા હોવા જોઈએ.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરો અને સમારેલી ડુંગળી નાખો અને અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળો. તેમાં ખમળેલું આદુ,લીલા મરચા, ટામેટાં અને કેપ્સિકમ ઉમેરી સાંતળો.

  5. 5

    હવે તેમાં પાવ ભાજી મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી મસાલામાંથી તેલ છૂટું ના પડવા લાગે ત્યાંસુધી ચડવા દો. હવે તેમાં બાફેલા શાક - વટાણા, બટાકા, કેચ-અપ અને લસણની ચટણી ઉમેરો.

  6. 6

    હવે એક સ્મેશરની મદદથી બધું જ અધકચરૂ સ્મેશ કરી સારી રીતે મિક્સ કરી તેમાં રાંધેલા ભાત ઉમેરો ભાત ના દાણા તૂટે નહીં એમ હળવા હાથે બધા મસાલા સાથે ભેળવી ૫ મિનીટ પછી ગેસ બંધ કરી દો.

  7. 7

    પુલાવ તૈયાર છે. ગરમ ગરમ પુલાવને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes