કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ધોઈ તેના નાના ટુકડા કરી લો. હવે મિકસર જાર મીઠું દળદળું પીસી લો.હવે મીઠું ને થોડું ગરમ થાય તેવી રીતે શેકી લો. તેવી જ રીતે મેથી ના કુરીયા ને પણ શેકી લો.
- 2
હવે મિક્ષણ ઠુંડું થાય પછી તેમાં હળદર,લાલ મરચું,દિવેલ ઉમેરી મિક્ષ કરી લો.હવે તેમાં વચ્ચે ખાડો કરી લો.
- 3
હવે એક પેન માં વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ,આખા મરચા,મરી,ઉમેરી સાંતળી લો. હવે તેમાં હીંગ નાંખી ખાડો કરેલા સંભાર માં નાંખી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ રેવા દો.
- 4
હવે સંભાર ઠંડો થઈ જાય પછી તેમાં કેરી ના ટુકડા ઉમેરી મિક્ષ કરી લો. હવે એક બાઉલ તેલ લઇ ગરમ કરવા મુકો. તેલ ઠંડું થાય પછી બનાવેલ અથાણા માં રેડી એર ટાઇટ ડબ્બા માં ભરી લો.
- 5
આ અથાણું આખું વર્ષ સારું રહેશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15003122




ટિપ્પણીઓ (5)