છોલે (Chhole Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણા લઇ તેને 6-7 કલાક પલાળી લો
- 2
ત્યારબાદ છોલે ને કુકર માં નાખી બાફી લો, બાફતી વખતે તેમાં હળદર અને મીઠું નાખી દો અને ડુંગળી પણ એમાં જ નાખી દો
- 3
કુકર માં બાફતી વખતે તમે તેમાં ચાની ભૂકી ની પોટલી બનાવી ને નાખીને પણ બાફી શકો છો
- 4
ગ્રેવી બનાવા માટે મિક્સર જાર માં બાફેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, લસણ, નાખી ફાઇન ક્રશ કરી લો.
- 5
એક પેન માં તેલ લઇ તેમાં થોડું જીરું, હિંગ તૈયાર કરેલી ગ્રેવી નાખી 5-7 મિનીટ સુધી ઉકળવા દો અને બધા રેગ્યુલર મસાલા ઉમેરી ને ઢાંકી ને ચડવા દો
- 6
ગ્રેવી ઉકળી જાય અને તેલ છૂટું પડી જાય પછી બાફેલા ચણા ઉમેરી દો. ત્યારબાદ દરેક મસાલા નો ટેસ્ટ ચણા માં ભળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. પછી તેમાં કિચનકીંગ મસાલો નાખો
- 7
અંતે તૈયાર છોલે ને એક બાઉલ માં કાઢી સર્વ કરો સર્વ કરતી વખતે લીલા ધાણા તેમજ ડુંગળી ની રિંગ થી ગાર્નિશ કરો.
- 8
તૈયાર છે મસ્ત ચટપટા છોલે
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (5)