મેંગો વોલન્ટ કૅક (Mango Walnut Cake Recipe In Gujarati)

મેંગો વોલન્ટ કૅક (Mango Walnut Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં,ખાંડ,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ૫ મિનિટ રાખીશું.પછી તેલ નાખી મિક્સ કરી લઈશું.
- 2
ત્યારબાદ તેમાં મેંદો,નાખી મિક્સ કરીશું અને સારી રીતે મિક્સ થયા પછી કેરી નો પલ્પ અને અખરોટ નાખી મિક્સ કરીશું.
- 3
ત્યાં બાદ કૂકર માં મીઠું નાખી ૧૦ મીનિટ પ્રિહિટ કરી લઈશું.અને વાસણ માં તેલ લગાવી તેમાં કૅકે નું બટર કાઠી લઇ ટેપ કરીશું.
- 4
હવે કૂકર માં મૂકી ધીમી આંચ પર 35 થી 40 મિનિટ રાખીશું.અને કૂકર ની સીટી અને રિંગ કાઠી લેવાના છે.
- 5
કેક બની ગયા પછી ઠંડી થાય એટલે વાસણ માંથી કાઠી લાઇ 10 મિનિટ ફ્રીઝ માં મૂકી 2 ભાગ માં કાપી લઈશું. ૧ કપ ક્રીમ લઇ વહીપ્ કરી લઈશું.
- 6
એક કડાઇ લાઇ તેમાં કેરી નો પલ્પ અને ખાંડ નાખી મિક્સ કરી ઘટ થઈ ત્યાં સુધી પકાવી લાઇ કેરી નો ગેલ્ઝ બનાવી લઈશું.
- 7
અખરોટ ને શેકી લઈશું.ત્યાં બાદ વાસણ માં ખાંડ નાખી તેને હલકો કોફી કલર થાય ત્યાં સુધી કરીશું.
- 8
હવે તેમાં શેકેલા અખરોટ નાખી સારી રીતે મિક્સ કરી લઈશું.અને મિક્સ થાય પછી ડીશ માં લઈ ને ઠંડુ થવા દઈશું.
- 9
હવે કૅકે નો એક ભાગ લઈ તેમાં ક્રીમ લગાવી તેમાં કેરી પલ્પ લગાવીશું ત્યાં પછી તેમાં કેરી ના નાના પીસ અને અખરોટ નાખીશું.અને બીજો ભાગ ઉપર મુકીશું.
- 10
હવે તેના પર ક્રીમ લગાવી સારી ફિનિસિંગ કરી પછી મેંગો ગ્લેઝ લગાવીશું.
- 11
હવે કેરી નું ફૂલ બનાવી લગાવીશું.અને ફરતી બાજુ કેરેમલાઈઝ કરેલ અખરોટ થી ડેકોરેશન કરી ત્યાર બાદ ફુદીના ના પાન અને દાડમ ના દાણા મુકીશું.
- 12
તો આપણી કેરી અને અખરોટ ને લઈ એક નવા ફ્લેવર વાળી અને અત્યાર ની ઋતુ સ્પેશિયલ કેક તૈયાર છે.
- 13
આ કેક માં મેં નેચરલ વસ્તુઓ લઇ અને નેચરલ ટેસ્ટ આપ્યો છે.
Keywords
Similar Recipes
More Recipes
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
- કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)








































ટિપ્પણીઓ (7)