ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

પચીસ મિનિટ
બે વ્યક્તિ માટે.
  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1 વાટકીપાણી
  3. 2 ચમચીતેલ ખમણ નાં વઘાર માટે
  4. 1પેકેટ ઈનો
  5. 1/2 ચમચી ખાંડ
  6. 1/2 ચમચીમીઠું
  7. 1/૨ ચમચી હળદર
  8. લીમડા ના પાંચ પાંદડા
  9. 1તીખું લીલું મરચું વઘાર માટે
  10. 1/2 ચમચીતેલ ચણા નાં લોટ માટે
  11. 2લીલા મરચા મોળા ખમણ નાં ખીરામાં નાખવા માટે
  12. 1/2 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

પચીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી ચણા નો લોટ લઇ એમાં એક વાટકી પાણી મિક્સ કરવું.જે માપ થી ચણા નો લોટ લીધો છે એજ માપ થી પાણી લેવું ધ્યાન રહે.

  2. 2

    ત્યારબાદ એમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ને એમાં મીઠું,ઈનો,1/2 ચમચી તેલ,હળદર ઉમેરી બધું બરાબર હલાવી ને ગાંઠા નાં રહે ત્યાં સુધી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ એક થાળી માં તેલ લગાડી ને સ્ટીમર માં થાળી માં બટર મૂકી વીસ મિનિટ સુધી સ્ટિમ કરવું. ગેસ ની આંચ મધ્યમ રાખવી.

  4. 4

    વીસ મિનિટ પછી ખમણ સરસ કુક થઈ ગયા હશે.

  5. 5

    ત્યારબાદ એક કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરી રાઈ નાખી ને લીમડો ઉમેરી એ વઘાર માં ત્રીજા ભાગ નુ પાણી એડ કરી એમાં 1/2 ચમચી ખાંડ ઉમેરી બરાબર ઉકળે પછી ગેસ બંધ કરી દેવો.

  6. 6

    ત્યારબાદ ખમણ પર તૈયાર કરેલો તેલ પાણી નો વઘાર કરવો. અને કોથમીર થી શણગાર કરવો ખમણ નો.ખાવા માટે તૈયાર છે ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (19)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
ખૂબ ખૂબ આભાર વાહલા.😘🙏🙏🙏

Similar Recipes