કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

#EB
કેરીનો છૂંદો(ગેસ ઉપર બનાવેલો છુંદો)
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB
કેરીનો છૂંદો(ગેસ ઉપર બનાવેલો છુંદો)
રાંધવાની સૂચનાઓ
- 1
1 કિલો લાડવા કેરી ને છાલ ઉતારી ખમણી લેવી
- 2
એક તપેલામાં કેરીનું છીણ લેવું હવે તેમાં ચપટીક મીઠું અને દોઢ કિલો સાકર ઉમેરી પાંચ મિનિટ સુધી સતત હલાવવું
- 3
હવે ગેસ ચાલુ કરી તપેલાને ગેસ પર મૂકવું ફાસ્ટ તાપે હલાવતા રહેવું બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી સતત હલાવતા રહેવું
- 4
બેથી ત્રણ ઊભરા આવી જાય એટલે ગેસ ધીમો કરી પાછું જરા હલાવતા રહીને એક ડીશ મા ત્રણ-ચાર ટીપાં પાડી ચાસણી ચેક કરવી
બે તારી ચાસણી આવે એટલે છુંદો તૈયાર થઈ ગયો
લગભગ સાત થી આઠ જ મીનીટમાં ગેસ ઉપર છુંદો થઇ જાય છે - 5
જેવા ત્રણ-ચાર ઊભરા આવે ગેસ ધીમો કરી એક ડીશમાં ચાસણી માટે ટીપા કાઢી લેવા અને તપેલું ઉતારી ને એક મોટા વાસણમાં ઠંડું પાણી મુકી તેની અંદર મૂકી દેવો અને પંખો ચાલુ કરી પંખા નીચે તેને સતત હલાવતા રહેવું જેથી વરાળ બધી નીકળીને છૂંદો ઠંડો થવા લાગે આમ કરવાથી છૂંદા ની ચાસણી કડક નહીં થાય અને રસાદાર છુંદો તૈયાર થશે
જ્યારે ત્રણ થી ચાર ઉભરા આવશે અને તપેલું ઉતારી લેશો ત્યારે ચાસણીઢીલી લાગશે અને પતલી લાગશે પણ ઠરસે એટલે તે કડક થઈને બે તારી બની જશે એટલે તેને ગેસ ઉપર વધારે વાર રહેવા ના દેવું - 6
હવે છૂંદો ઠંડો થઈ જાય એટલે તેમાં જીરું શેકીને અધકચરુ વાટીને નાખવું અને એક ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી હલાવી લેવું તો તૈયાર છે કેરી નો નો છુંદો
- 7
હવે તેને એરટાઇટ બરણીમાં ભરી દેવો એક વર્ષ સુધી છુંદો આવો ને આવો જ રહે છે
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ