ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#PS
આ એક ચાટ નો પ્રકાર છે. જેમાં મગ ની દાળ નું સ્ટફીંગ ભરી ને બનાવવા માં આવે છે . ચટણી અને દહીં ઉમેરવા માં આવે છે.આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.બે- ત્રણ દિવસ સુધી બગડતી નથી.જે જમવાનાં સમયે સાઈડ ડીશ તરીકે પણ અને સાંજ નાં નાસ્તા માં તરીકે પિરસી શકાય.

ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)

#PS
આ એક ચાટ નો પ્રકાર છે. જેમાં મગ ની દાળ નું સ્ટફીંગ ભરી ને બનાવવા માં આવે છે . ચટણી અને દહીં ઉમેરવા માં આવે છે.આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.બે- ત્રણ દિવસ સુધી બગડતી નથી.જે જમવાનાં સમયે સાઈડ ડીશ તરીકે પણ અને સાંજ નાં નાસ્તા માં તરીકે પિરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 🌺લોટ માટે:
  2. 2 કપમૈંદા
  3. 3/4 કપમગ ની દાળ
  4. 1/2 ચમચીઅજમો
  5. મીઠું પ્રમાણસર
  6. 1/2 કપતેલ (મોણ માટે)
  7. 1/4 કપપાણી
  8. 🌺ભરવાનો મસાલો:
  9. 1/2 કપમગ ની દાળ
  10. 2 ચમચીતેલ
  11. 1/4જીરુ
  12. 1/2 ચમચીવરીયાળી
  13. 1/2 ચમચીઆખા ધાણા
  14. ચપટીહીંગ
  15. 2 ચમચીબેસન
  16. 1/2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  17. 1/2 ચમચીલાલ મરચું
  18. 1/2 ચમચીગરમ મસાલો
  19. મીઠું પ્રમાણસર
  20. 1/2 ચમચીઆમચુર
  21. 1 ચમચીકસુરી મેથી
  22. 🌺અન્ય ઘટકો:
  23. તેલ તળવા માટે
  24. 3 કપગળ્યું દહીં
  25. 6 ચમચીગ્રીન ચટણી
  26. 1/2 કપખજૂર આંબલી ની ચટણી
  27. શેકેલા જીરા પાઉડર
  28. લાલ મરચું પાઉડર
  29. 1 કપસેવ
  30. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ ની દાળ ધોઈ 1/2કલાક પલાળવી... પાણી નિતારી મિક્ષચર માં કોરી અધ્ધકચરી પિસવી.પેન માં તેલ ગરમ થાય બાદ અધ્ધકચરા ધાણા, વરીયાળી, જીરુ,હીંગ શેકી બેસન ઉમેરી શેકો...બાકી નાં મસાલા અને મગ ની દાળ શેકવી. હલાવો જેથી ચોટે નહીં..

  2. 2

    મૈદા ને ચાળી તેમાં મુઠ્ઠી પડતું મોણ, મીઠું, હાથે થી ક્રશ કરેલો અજમો નાખી લોટ મિક્સ કરવો. થોડું થોડું પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો.ઢાંકી દસ મિનિટ રાખવો.

  3. 3

    એકસરખા લુવા બનાવી હાથે થી નાની પૂરી બનાવી તેમાં મગ ની દાળ નો મસાલો ભરી ટાઈટ બંધ કરી લુવો બનાવી ફરી અટામણ વગર હાથે થી અથવા વેલણ ની મદદ થી હલકાં હાથે વળવું

  4. 4

    ગેસ પર તેલ ગરમ કરવા મુકવું...મિડીયમ તાપે બંને બાજુ કચોરી ગોલ્ડન બ્રાઉન કલર ની તળવી.

  5. 5

    લીલી ચટણી માટે:કોથમીર ની અંદર આદું, શીંગદાણા,તીખાં મરચા,હળદર,સંચળ,સિંધાલૂણ, આમચુર, લીંબુ અને બરફ નાખી પીસી લો.ખસ્તા કચોરી ઠંડી થાય પછી વચ્ચે કાણું પાડી અંદર બંને ચટણી ભરવી.

  6. 6

    ગળ્યું દહીં, ઝીણી સેવ નાખવી.

  7. 7

    શેકેલા જીરા પાઉડર, લાલ મરચું પાઉડર અને કોથમીર નાખી...તરત જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes