ચટપટું બટાકા નું શાક (Chatpatu Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા નાં મોટા ટુકડા કરવા અને બધી સામગ્રી લો...
- 2
ત્યારપછી કુકર માં તેલ મુકો, તેલ ગરમ થાય એટલે લસણ ની કળી નાખો, તે બ્રાઉન થાય એટલે બટાકા નાખી બધા મસાલા નાખો પછી બરાબર મિક્સ કરી લો.....
- 3
મિક્સ થાય પછી થોડીવાર બટાકા ને તેલ માં જ ફેરવો જયારે બટાકા જરાક નીચે બેસવા લાગે એવું લાગે ત્યારે પાણી નાખી બરાબર મિક્સ કરી કુકર બંધ કરવું,અને 4/5 સિટી મારવી...
- 4
સિટી થઈ ગયા બાદ બટાકા નાં શાક ને તપેલી માં કાઢી લો,(કાઢવું જરૂરી નથી)ત્યારપછી એક હૅન્ડલ વાળું
વઘારીયું લો, તેમાં એક મોટી ચમચી તેલ નાખો તે ગરમ થાય એટલે રાઈ,જીરૂ નાખો, તે તતડે એટલે હિંગ અને લીમડો નાખી વખાર શાક પર રેડી દો, અને કોથમીર પણ નાખી દો..... - 5
ત્યાર પછી તેને ગરમ સર્વ કરો... વઘાર ઉપર થી નાખવાથી સ્વાદ સરસ આવે છે.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15071687















ટિપ્પણીઓ (2)