ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 ચમચીમરી પાઉડર
  3. 1 ચમચીઅજમો
  4. 1/2 કપતેલ
  5. 1/2 કપપાણી
  6. 1 ચમચીપાપડ ખાર
  7. મીઠું સ્વાદાનુંસાર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટ ને ચાળણી વડે ચાળી લો. પછી તેમાં મરી પાઉડર અને અજમા ને હથેળી વડે ક્રશ કરી નાખી દો અને મિક્સ કરી લો.

  2. 2

    હવે તેલમાં પાપડ ખાર, મીઠું અને પાણી નાખી બીટર વડે ફીણી લો. તેમાં ફીણ દેખાય ત્યાં સુધી કરવું.

  3. 3

    હવે આ મિશ્રણ ને થોડું-થોડું નાખતા જઇ કણક તૈયાર કરો. હવે તેને નરમ કરવા થોડું પાણી નાખી મસળતા જવું. તેનો કલર બદલાઇ જાય અને નરમ થાય ત્યાં સુધી મસળવું.

  4. 4

    પછી તેલ વાળો હાથ કરી લૂવો બનાવી લો અને સંચા ને તેલ વડે ગ્રીસ કરી લો.

  5. 5

    હવે તેલ ને ગરમ થવા મૂકો. એક મોટો લૂવો સંચામાં ભરી તેલ માં સંચા વડે ગાંઠીયા પાળી લો. મિડીયમ આંચ પર તળી લો.

  6. 6

    તો તૈયાર છે ભાવનગરી ગાંઠીયા. એરટાઇટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes