ભજીયા ઉસળ (Bhajiya Usal Recipe In Gujarati)

#Fam
ભજીયા ઉસળ (હોમમેડ ઉસળ મસાલા અને સ્પાઇસી તરી સાથે)
સેવ ઉસળ કે ઉસળ આપણે બનાવીએ છીએ પણ આવા વરસાદી માહોલ મા ગરમાગરમ ભજીયા ઉસળ મળે તો મજા આવી જાય...
ભજીયા ઉસળ (Bhajiya Usal Recipe In Gujarati)
#Fam
ભજીયા ઉસળ (હોમમેડ ઉસળ મસાલા અને સ્પાઇસી તરી સાથે)
સેવ ઉસળ કે ઉસળ આપણે બનાવીએ છીએ પણ આવા વરસાદી માહોલ મા ગરમાગરમ ભજીયા ઉસળ મળે તો મજા આવી જાય...
રાંધવાની સૂચનાઓ
- 1
ઉસળ મસાલા માટે ના સુકા મસાલા ડ્રાય રેસ્ટ કરી ઠરે એટલે ચટણી, હળદર, આમચૂર પાઉડર, મીઠુ ઉમેરી મીકસી મા પીસી લો.
- 2
સ્પાઇસી તરી માટે તેલ ગરમ કરી ડુંગળી,ટામેટાં, લસણ ની પ્યુરી ને બધી સામગ્રી સરસ પકાવી લો જરુર મુજબ પાણી ઉમેરી 5 મીનીટ પકાવો.. ઠરવા દો.
- 3
ભજીયા માટે પાણી મા તેલ ઉમેરી સરસ મીકસ કરી ધાણા,મરી,મરચા, મેથી,મીઠુ, ખાવાનો સોડા બધી જ સામગ્રી ઉમેરી સરસ મીકસ કરી ગરમ તેલ મા તળી લો.
- 4
બધા ભજીયા આ રીતે થોડા ક્રિસ્પી થાય એમ તળી લો.
- 5
સફેદ વટાણા 7-8 કલાક પલાળી કુકર મા હળદર, મીઠુ સ્વાદમુજબ ઉમેરી 4 સીટી કરી બાફી લો.
- 6
ઉસળ માટે કઢાઇ મા તેલ ગરમ કરી ડુંગળી,મરચા,આદુ,ટામેટાં ની પેસ્ટ અને સુકા મસાલા ઉમેરી તેલ છુટે ત્યા સુધી પકાવી લો.
- 7
બાફેલા સુકા વટાણા અને જરુર મુજબ પાણી ઉમેરી ઉકાળો. વાટકી મા બેસન ઉમેરી 3-4 ચમચી પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી ઉકળતા ઉસળ મા ઉમેરો. જેથી ઉસળ ઘટ્ટ થાય.. વધારે ઘટ્ટ ન થાય એ જોવુ. જો વધારે ઘટ્ટ થઈ જાય તો ભજીયા મા ભળશે નહી.
- 8
સર્વીગ પ્લેટ મા ભજીયા થોડા હાથથી તોડી ને મુકવા... ઉપર ઉસળ,કોથમીર, ભાવનગરી જીણા ગાઠીયા વગેરે થી સજાવવુ...
- 9
મનપસંદ રીતે...સ્પાઇસી તરી ઉપર ઉમેરી સજાવી ભજીયા ઉસળ નો આનંદ માણવો.
Keywords
Similar Recipes
More Recipes
- મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
- કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
- તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
- શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
- સ્પાઈસી ક્રીમી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy Creamy French Fries Recipe In Gujarati)
















ટિપ્પણીઓ (3)